/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-406.jpg)
અંબાજીમાં ભાદરવી પૂનમના મહાપર્વની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે માઇભક્તો ચાલીને દર્શનાર્થે જતા હોય છે. અમદાવાદના વ્યાસવાડી પગપાળા સંઘના નેજા હેઠળ ભાવિક ભકતો 52 ગજની ધજા સાથે માતાજીના ધામ અંબાજી જવા રવાના થયાં હતાં.
ભાદરવી પૂનમ એટલેકે આ દિવસે યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોની ભીડ જામે છે ત્યારે ગુજરાતમાંથી જ નહિ પરંતુ ગુજરાતથી બહારથી પણ ભક્તો પગપાળા માતાજીના દર્શન કરવા માટે જાય છે. ત્યારે અમદાવાદના વ્યાસવાડી વિસ્તારના લોકો છેલ્લા 25 વર્ષથી અંબાજીની પદયાત્રા કરી રહયાં છે. 26 માં વર્ષના પ્રવેશ સાથે આજે સવારે 52 ગજની ધજા સાથે તેઓ અંબાજી જવા રવાના થયાં હતાં. માઁ અંબેના જયનાદ સાથે તેમણે અંબાાજી જવા માટે પ્રયાણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અંબાજી જતાં પદયાત્રીઓ માટે સેવાભાવીઓ તરફથી ઠેર ઠેર વિસામાનું આયોજન કરવામાં આવતું હોય છે.