/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-224.jpg)
રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર રો ખરોજ પરંતુ આ દિવસે બ્રાહ્મણો પણ નૂતન યજ્ઞોપવિત ધારણ કરતા હોય છે. માનવામાં આવે છે કે શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે દરેક દેવી દેવતાઓના આવાહન કરવાથી તેમનો આવિર્ભાવ થાય છે. ત્યારે અમદાવાદના નારાયણ પુરા વિસ્તારમાં આશારે 300થી પણ વધારે બ્રાહ્મણોએ યજ્ઞોપવિત વેદોક્ત વિધિ દ્વારા બદલી હતી.
રક્ષાબંધન દિવસ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર તો માનવામાં આવે છે. પરંતુ આ દિવસે બ્રાહ્મણો પણ યજ્ઞોપવિત બદતા હોય છે. ત્યારે અમદાવાદના નારાયણ પુરા વિસ્તારમાં આશરે 300થી વધારે બ્રાહ્નણોએ યજ્ઞોપવિત બદલી હતી. જેમાં બ્રહ્મ સમાજના શહેરના તો ખરાજ પરંતુ બહારના બ્રાહ્મણોએ પણ પોતાની હાજરી આપી એકતાનો પરિચય આપ્યો હતો તથા આ દિવસે દશોપચાર વેદોક્ત વિધિ કરી બ્રાહ્મણોએ યજ્ઞોપવીત બદલી હતી તથા કહેવામાં આવે છે કે જનોઈ વગર બ્રાહ્મણનું બ્રહત્વ રહેતું નથી તથા આ જનોઈમાં 33 કોટી દેવી દેવતાઓ સહીત ચાર વેદોની પણ પૂજા કરવામાં આવતી હોય છે.