• શહેરમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની સરાહનીય કામગીરી

  • ઇમરજન્સી કોલ્સ પર ત્વરિત પ્રતિસાદ આપતા સાયલન્ટ હીરોઝ

  • ફાયર ફાઇટરોએ અનેક રેસ્ક્યુ ઓપરેશન સફળતાથી પાર પાડ્યા

  • એક વર્ષમાં આગની 2,835 ઘટના અને 3,606 રેસ્ક્યુ ઓપરેશન

  • અમદાવાદીઓ માટે સાયલન્ટ હીરોઝ‘ બન્યા સુરક્ષાનું અતૂટ કવચ

અમદાવાદ શહેરમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસે છેલ્લા એક વર્ષમાં આગની 2,835 ઘટનાઓ અને 3,606 રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા છે. ઇમરજન્સી કોલ્સ પર ત્વરિત પ્રતિસાદ આપતા સાયલન્ટ હીરોઝ‘ અમદાવાદીઓ માટે સુરક્ષાનું અતૂટ કવચ બન્યા છે.

જ્યારે સમગ્ર શહેર નિરાંતે પોઢ્યું હોયત્યારે અમદાવાદની રક્ષા કાજે લાલબત્તીની આ ગાડીઓ ચોવીસે કલાક સજ્જ રહે છે. છેલ્લા એક વર્ષમાં 6,441 ઇમરજન્સી કોલ્સ પર ત્વરિત પ્રતિસાદ આપી678 જિંદગીઓને મોતના મુખમાંથી ઉગારનારા આ સાયલન્ટ હીરોઝ‘ અમદાવાદીઓ માટે સુરક્ષાનું અતૂટ કવચ બન્યા છે.

 આધુનિક ટેકનોલોજી અને અજોડ હિંમત સાથે કાર્યરત અમદાવાદની આ અભેદ ઢાલ એ છેલ્લા એક વર્ષમાં આગની 2,835 ઘટનાઓ અને 3,606 રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા છે. તાજેતરમાં જ પિલર સાથે અથડાયેલી BRTS બસની કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને માત્ર એક કલાકમાં સુરક્ષિત બહાર કાઢી જવાનોએ મોટી હોનારત ટાળી હતી.

અમદાવાદ શહેરની વધતી વસ્તીને પહોંચી વળવા હવે દર 10 કિમીની ત્રિજ્યામાં એક ફાયર સ્ટેશન સ્થાપવાનો લક્ષ્યાંક છે. સરદારનગરહાથીજણ અને રાણીપમાં નવા સ્ટેશનો સજ્જ થઈ ચૂક્યા છેજ્યારે આગામી 5 વર્ષમાં વધુ 15 સ્ટેશનો આકાર લેશે. આ ઉપરાંત200 નવા કર્મીઓની ભરતીને મંજૂરી મળતા ઇમરજન્સી રિસ્પોન્સ હવે વધુ વેગવંતો બનશે.

એટલું જ નહીંશહેરના ઘીકાંટા વિસ્તારમાં ઇમારત ધરાશાયી થઈ ત્યારે સાંકડી ગલીઓના કારણે મશીનરી પહોંચી શકી નહોતીછતાં જવાનોએ સ્વહસ્તે કાટમાળ ખસેડી માત્ર 30 મિનિટમાં શ્વાસ ગણતી જિંદગીઓને બચાવી લીધી હતી. મર્યાદિત સંસાધનો વચ્ચે પણ અજોડ સાહસ બતાવતા આ ફાયર ફાઈટર્સ સાચા અર્થમાં અમદાવાદની રક્ષક ઢાલ છે.