/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-232.jpg)
નવલા નોરતાના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે ખેલૈયાઓ પણ સજજ બની રહયાં છે. ગરબા મેદાનોમાં છવાઇ જવા માટે યુવાવર્ગ અવનવા સાજ શણગાર સજશે અને તેમાં ટેટુ મુખ્ય છે.
નવલી નવરાત્રિ હવે નજીક આવી રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલૈયાઓ પોતાની બોડી પર ટેટુ ચીતરાવી રહ્યા છે. યુવાવર્ગ નવરાત્રી માટે અત્યારથી અલગ- અલગ પ્રકારના ટેટુઓ બનાવડાવી રહ્યા છે. જે ટેટુમાં આ વર્ષે નવીનતા જોવા મળી રહી છે. આ વર્ષે યુવતીઓ પોતાના શરીર પર ટ્રેન્ડિંગ ટેટુ દોરાવી રહી છે તેમજ આ અંગે યુવતીઓનું કહેવું છે કે દેશમાં હાલની અનામત અંગેની સ્થિતિ જોઈ મેં આ પ્રકારનું ટેટુ બનાવડાવ્યું છે. જેને લઈને અમે નવરાત્રી રમતા રમતા પણ લોકોને સંદેશ આપી શકીયે.આ ઉપરાંત ચન્દ્રયાન - 2 અને કલમ 370 ના ટેટુનું પણ આર્કષણ જોવા મળી રહયું છે. કનેક્ટ ગુજરાતે ખેલૈયાઓ સાથે ખાસ વાતચીત કરી હતી. ત્યારે ખૈલૈયાઓને ગરબાની રમઝટ સાથે લોકને ટેટુ દ્વારા કઇ રીતે સંદેશ આપશે તેના વિશે જણાવ્યું હતું.