અમદાવાદ: ખેત તલાવડી કૌભાંડમાં બે ચાર્ટડ એકાઉન્ટન્ટની ધરપકડ, જુઓ છે આરોપ

અમદાવાદ: ખેત તલાવડી કૌભાંડમાં બે ચાર્ટડ એકાઉન્ટન્ટની ધરપકડ, જુઓ છે આરોપ
New Update

રાજ્યમાં બહુ ગાજેલા ખેત તલાવડી કૌભાંડમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે કાયદાકીય કાર્યવાહી કરતા મિતેષ ત્રિવેદી અને ભૌમિક ગાંધી નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે  ધરપકડ કરી છે.

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની વલસાડ ધરમપુર સ્થિત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ કોન્ટ્રાકટરોએ એકબીજાના મેળાપીપણામાં 2017-18ના વર્ષ દરમિયાન વલસાડના કચીગામના ખેડૂતોની જમીનમાં 8 ખેત તલાવડી ન બનાવી છતાં માપપોથીમાં ખોટા માપો તથા હિસાબો દર્શાવી ફર્સ્ટ એન્ડ ફાઇનલ બિલ ખોટા બનાવી સાચા તરીકે રજૂ કરી રૂ.6.92 લાખનું નુકસાન પહોંચડી મળતિયા અને આર્થિક લાભ કરાવ્યો હતો. સરકારના નિયમ મુજબ ખેત તલાવડી માટે ખાનગી સીએ પેઢી દ્વારા ઓડિટ કરાવવામાં આવ્યું હતું આ  ખેત તલાવડીના સમગ્ર કેસમાં 99 જેટલા ત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે એસીબી તપાસ કરી રહી હતી અને ઓડિટમાં પણ ગરબડ સામે આવતા ચાર્ટડ એકાઉન્ટન મિતેષ ત્રિવેદી અને ભૌમિક ગાંધીની ધરપકડ કરવામાં આવી છે  આમ બને એકાઉન્ટનની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. સમગ્ર કેસમાં પીપરા એન્ડ કંપનીમાં મોટી ગેરરીતિ સામે આવી હતી જે બાબત સામે આવતા એસીબીએ ઓડિટર નમન પીપારા અને જ્ઞાનચંદ પીપરા સામે લૂક આઉટ સર્ક્યુલર જાહેર કર્યું  છે એસીબીની કાર્યવાહીથી ફરીવાર ખેત તલાવડી કૌભાંડનું ભૂત ધુણ્યું છે આવનાર સમયમાં હજુ વધુ ધરપકડની સંભાવના પણ સેવાઈ રહી છે 

#Connect Gujarat #ACB #gujarat samachar #Amdavad #CA #Anti Curruption Bureau #chartered accountants #Khet Talawadi scam
Here are a few more articles:
Read the Next Article