Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ ચૂંટણીને લઈ પોલીસ અકેશનમાં,10 હજાર જવાનો તૈનાત

અમદાવાદમાં બીજા તબક્કામાં મતદાન થશે. વિધાનસભાની ચૂંટણીને લઈ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગયું છે

અમદાવાદ ચૂંટણીને લઈ પોલીસ અકેશનમાં,10 હજાર જવાનો તૈનાત
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની હવે માત્ર ચાર દિવસ બાકી રહી ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 જિલ્લાના 89 વિધાનસભા મત વિભાગમાં મતદાન થવાનું છે. તો 5 ડિસેમ્બરે બાકીના જિલ્લામાં મતદાન થશે. ત્યારે અમદાવાદમાં બીજા તબક્કામાં મતદાન થશે. વિધાનસભાની ચૂંટણીને લઈ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગયું છે.વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદના તમામ બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે.

અમદાવાદમાં 15 વિધાનસભા બેઠક આવેલી છે, જેના પર 5 તારીખે લોકો મતદાન કરશે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને શહેર પોલીસ આવી એક્શન મોડમાં આવી ગઈ છે આગામી 5 ડિસેમ્બર ના રોજ બીજા તબક્કાના મતદાનમાં અમદાવાદ શહેરમાં મતદાન યોજાશે. અમદાવાદના 18 જેટલા નાકાબંધી પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. જ્યાં ચુસ્ત બંદોબસ્ત રહેશે. સંવેદનશીલ વિસ્તારોમાં પણ સવારે અને સાંજે ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

મતદાનના દિવસે શહેર પોલીસ 10,000 હજાર જવાનો ચૂંટણી બંદોબસ્તમાં તૈનાત રહેશે તો હોમગાર્ડના 6000 થી 7000 જવાનો બંદોબસ્તમાં રહેશે SRP ની 15 કંપની ચૂંટણીમાં બંદોબસ્તમાં જોડાશે સીઆરપીએફ ની 112 જેટલી કંપની ચૂંટણી બંદોબસ્ત માં જોડાશે ચૂંટણીમાં ડિજીટલ પ્રચાર ચરમસીમાએ છે, ત્યારે ટેકનોલોજીને લઈ સોશિયલ મીડિયા પર પોલીસની બાજ નજર છે. શહેરમાં એન્ટ્રી અને એક્ઝિટ પર સીસીટીવી નો ઉપયોગ કરીને બંદોબસ્ત કરે. તેમજ સંવેદનશીલ અને કેટલાક વિસ્તારોમાં બોડીલાઈન કેમેરાનો ઉપયોગ થશે. તેમજ જરૂર મુજબ ડ્રોનનો ઉપયોગ પણ પોલીસ દ્વારા કરવામાં આવશે

Next Story