Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદના બાપુનગરમાં 20 લાખની લૂંટ,ત્રણ આરોપીની ધરપકડ

શહેરના બાપુનગર વિસ્તારમાં ધોળા દિવસે 20 લાખની લૂંટ કરી નાસી જનાર ત્રણ આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે

અમદાવાદના બાપુનગરમાં 20 લાખની લૂંટ,ત્રણ આરોપીની ધરપકડ
X

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં ધોળા દિવસે 20 લાખની લૂંટ કરી નાસી જનાર ત્રણ આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. આરોપી પાસે 5.30 લાખની રિકવરી પણ કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ બાપુનગર વિસ્તારમાં 12 ડિસેમ્બરના રોજ બાપુનગર ડાયમંડ માર્કેટમાં આવેલા અરુણ ચેમ્બર્સ સીડીમાં આ લૂંટનો બનાવ બન્યો હતો. આ લૂંટ કરનારા આરોપી ભેગા મળી આંગડિયા પેઢીના કર્મચારી સામે ફાયરિંગ સહિત હથિયાર બનાવી અને એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. ત્યારબાદ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 20 લાખ રોકડ ભરેલા થેલાની લૂંટ કરવામાં આવી હતી બાપુનગર જેવા વિસ્તારમાં 20 લાખની લૂંટ થતા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસ કમિશનર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ સમગ્ર મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનરની સૂચના પ્રમાણે રજની ટીમ દ્વારા સમગ્ર ગુનાની અને ટેક્નિકલ સરોવર લેન્સ ની મદદથી આરોપીઓને શોધવાનું પ્રયત્ન હાથ ધરવામાં આવ્યું હતું ક્રાઈમ બ્રાન્ચની ટીમે 21 ડિસેમ્બરે સફળતા મળી હતી અને ઇસનપુર વિસ્તારમાંથી અજીતસિંહ ઉર્ફે સંજય બંટી મુનશી રામ અને વચનો રામ ઉર્ફે વિક્રમ રબારીને પકડવામાં આવ્યા છે. આ ત્રણેય આરોપીઓ મૂળ રાજસ્થાનના છે અને હાલમાં ઇસનપુરમાં રહે છે. આરોપી પાસેથી સ્કોર્પિયો કાર તથા ચોરી કરેલી રોકડ રકમ 5.30 લાખ ઉપરાંત મોબાઇલ ફોન કબજે કર્યો છે. આ ત્રણેય આરોપીએ કબૂલ સિંગ ગજુ આ ગામ ઉર્ફે રાજપાલ સાથે મળી રૂપિયા કમાઈ લેવાની લાલચે આ ગુનાનું કાવતરું હાથ ધર્યું હતું

Next Story