અમદાવાદ : ગુજરાતમાં ISIS સાથે જોડાયેલા 3 આતંકવાદીઓની ધરપકડ,3 પિસ્તોલ, 30 કારતૂસ અને શંકાસ્પદ ઝેરી પ્રવાહી જપ્ત

પકડાયેલા ત્રણ ISIS આતંકવાદીઓ એક વર્ષથી ગુપ્તચર દેખરેખ હેઠળ હતા. તેમને સતત ટ્રેક કરવામાં આવી રહ્યા હતા.આ ત્રણેય એક મોટું કાવતરું ઘડી રહ્યા હતા.

New Update
  • ATSને મળી મોટી સફળતા

  • ત્રણ આતંકીઓની કરી ધરપકડ

  • અડાલજ ટોલપ્લાઝા પાસેથી ધરપકડ

  • 3 પિસ્તોલ30 કારતૂસ,ઝેરી પ્રવાહી જપ્ત

  • ATSએ આતંકીઓના પ્લાનને બનાવ્યો નિષ્ફળ 

ગુજરાત ATS અને કેન્દ્રીય એજન્સીને એક સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મળી હતી.જેમાં ISISના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી.અને આંતકીઓની નાપાક યોજનાઓ નિષ્ફળ બનાવી હતી.

ગુજરાત ATS અને કેન્દ્રીય એજન્સીઓને મોટી સફળતા મળી છે. સંયુક્ત કાર્યવાહીમાં એજન્સીઓએ ISISના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે.આ આતંકવાદીઓ એક મોટું કાવતરું ઘડી રહ્યા હતા. જોકે ધરપકડથી તેમની નાપાક યોજનાઓ નિષ્ફળ ગઈ છે. તેઓ બે અલગ-અલગ ISIS સાથે જોડાયેલા મોડ્યુલનો ભાગ છે. તેમની ગુજરાત મુલાકાત વિશે પણ માહિતી બહાર આવી છે.

પકડાયેલા ત્રણ ISIS આતંકવાદીઓ એક વર્ષથી ગુપ્તચર દેખરેખ હેઠળ હતા. તેમને સતત ટ્રેક કરવામાં આવી રહ્યા હતા.આ ત્રણેય એક મોટું કાવતરું ઘડી રહ્યા હતા. એજન્સીઓને ગુજરાતમાં તેમના આગમન વિશે અગાઉથી માહિતી મળી હતીજેના પગલે ATS ટીમે તેમને ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ પકડી લીધા હતા.ATSએ ધરપકડ કરેલા આતંકીઓમાં ડો.અહેમદ મોહિઉદ્દીન અબ્દુલ કાદર ઝીલાની,હૈદરાબાદનો રહેવાસી છે.આ આંતકીએ ચીનથી MBBS કર્યું છે અને તે ISKP સાથે જોડાયેલા વિદેશમાં ઉગ્રવાદીઓના સંપર્કમાં હોવાનું પણ જાણવા મળ્યું છે.

અહેમદની સાથે તેના બે સાથી મોહમ્મદ સુહેલ અને આઝાદ સૈફીની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આતંકવાદીઓ અમદાવાદલખનઉ અને દિલ્હીમાં આતંકવાદી હુમલાઓનું આયોજન કરી રહ્યા હતા અને લાંબા સમયથી દેખરેખ હેઠળ હતા,તેવું એટીએસે જણાવ્યું હતું. આતંકીઓ પાસેથી 3 પિસ્તોલ30 કારતૂસ અને સાઇનાઇડ કરતા પણ વધુ ખતરનાક શંકાસ્પદ ઝેરી પ્રવાહી મળી આવ્યું છે.હાલ તપાસ એજન્સી દ્વારા વિવિધ મુદ્દાઓ પર તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Latest Stories