પીએમ મોદીના પ્રવાસને લઈ અમદાવાદમાં 5 રૂટ બંધ,વાહન વ્યવહારને થશે અસર

પીએમ મોદી આજથી ગુજરાત ના 2 દિવસ ના પ્રવાસે છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અલગ-અલગ વિસ્તારના વૈકલ્પિક રૂટ લઈને જાહેરનામું બહાર પાડ્યું છે.

New Update
પીએમ મોદીના પ્રવાસને લઈ અમદાવાદમાં 5 રૂટ બંધ,વાહન વ્યવહારને થશે અસર

પીએમ મોદી આજથી ગુજરાત ના 2 દિવસ ના પ્રવાસે છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અલગ-અલગ વિસ્તારના વૈકલ્પિક રૂટ લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. એટલે કે અમદાવાદમાં PM મોદીના પ્રવાસને લઈને ટ્રાફિકના 5 રૂટ બંધ રહેશે. 29 સપ્ટેમ્બર ના રોજ અમદાવાદમાં આજે 2 રૂટ બંધ રહેશે. શહેરના અંધજન મંડળની હેલ્મેટ સર્કલ નો રૂટ બંધ રહેશે. મોટેરા રોડથી કૃપા રેસિડેન્સી રોડ પણ બંધ રહેશે. જ્યારે 30મી સપ્ટેમ્બરના રોજ શહેરમાં 3 રૂટ બંધ રહેશે. 30 સપ્ટેમ્બરના રોજ સુરધારા સર્કલ થી સાંઈબાબા સર્કલ થલતેજ પાસેનો રૂટ બંધ રહેશે. થલતેજ સાંઈબાબા અને હિમાલય મોલ તરફનો રૂટ બંધ રહેશે. એ સિવાય ગુરુદ્વારા સર્કલથી સંજીવની હોસ્પિટલ રોડ પણ બંધ રહેશે.તો પીએમની સુરક્ષાને લઈ 5 હજારથી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેસીપી એસીપી અને સ્થાનિક પીઆઇ સહિત અનેક અધિકારીઓ પણ બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા છે 

Latest Stories