અમદાવાદમાં પાલતુ શ્વાને 4 મહિનાની બાળકી પર હુમલો કરતાં ગંભીર ઘાયલ,સારવાર દરમિયાન બાળકીનું મોત

અમદાવાદમા હાથીજણમાં એક યુવતી તેના હાથમાં ચાર મહિનાની બાળકીને લઇને સોસાયટીમાં બેઠી હતી. આ યુવતી બાળકની કાકી હતી.

New Update
aaa
  • અમદાવાદમા હાથીજણમાં શ્વાનનો હુમલો

  • 4 મહિનાની બાળકી હુમલામાં ગંભીર ઘાયલ

  • બાળકીને તાત્કાલિક સારવાર હેઠળ લઈ જવાઇ

  • બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

  • બાળકીના મોત મામલે શ્વાન માલિક સામે ગુનો દાખલ

Advertisment

અમદાવાદમા હાથીજણમાં એક યુવતી તેના હાથમાં ચાર મહિનાની બાળકીને લઇને સોસાયટીમાં બેઠી હતી. આ યુવતી બાળકની કાકી હતી. તે દરમ્યાન અન્ય એક યુવતી તેના પાલતુ રોટ વિલર પ્રજાતિના અત્યંત ખતરનાક મનાતા શ્વાનને લઈને બહાર નીકળી હતી. લોકોના જણાવ્યા મુજબ યુવતી ફોન પર વાતચીતમાં વ્યસ્ત હતીતે દરમિયાન તેનું ધ્યાન શ્વાન પરથી હટી ગયુંકુદકા મારતો શ્વાન તેના હાથમાંથી છૂટી ગયો જતાં પેલી યુવતીના ખોળામાં રહેલી 4 મહિનાની બાળકી પર તૂટી પડ્યો શ્વાને બાળકી પર આક્રમક રીતે હુમલો કર્યોજેના કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઇ. ત્યારબાદ તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવીપરંતુ બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

શ્વાનના હુમલામાં બાળકીના મોત મામલે શ્વાન માલિક સામે ગુનો દાખલ કરાયો છે.. શ્વાન માલિક દિલિપ પટેલ સામે ગુનો નોંધાતા પોલીસે શ્વાન માલિકની ધરપકડ પણ કરી છે. તેમની સામે નિયમોને અવગણીને અન્ય લોકોની જિંદગી જોખમમાં મુકવાનો આરોપ લાગ્યો છે. તો સાથે જ એ શ્વાન જેણે બાળકીનું મોત નિપજાવ્યું હતું તેને રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલાયો છે.

Latest Stories