ગુજરાત રાજ્યમાં નકલીની ભરમાર,અમદાવાદમાં ધમધમતી નકલી કોર્ટ ઝડપાઇ

જાણવા મળ્યા મુજબ અમદાવાદ સીટી સિવિલ કોર્ટમાં જ નકલી કોર્ટ ઝડપાઇ છે. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં જ ખળભળાટ મચી ગયો છે.

a
New Update

રાજ્યમાં અત્યાર સુધીમાં વિવિધ ક્ષેત્રે નકલી બાબતોની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.જેમાં ખાણીપીણીનકલી ઘી-તેલથી લઈને નકલી ટોલનાકાનકલી સરકારી અધિકારીઓ,નકલી સરકારી કચેરી સહિતની બાબતો પ્રકાશમાં આવી હતી.જ્યારે હવે અમદાવાદમાં ધમધમતી એક નકલી કોર્ટ ઝડપાઈ છે.

જાણવા મળ્યા મુજબ અમદાવાદ સીટી સિવિલ કોર્ટમાં જ નકલી કોર્ટ ઝડપાઇ છે. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં જ ખળભળાટ મચી ગયો છે. નકલી લવાદી બનીને જમીનના ઓર્ડર કરનાર મોરિસ  સેમ્યુઅલ ક્રિશ્ચિયન નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ ઘટનાને પગલે કોર્ટે આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચન વિરુદ્ધ ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે. સીટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રાર હાર્દિક દેસાઈએ આરોપી વિરુધ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીએ નકલી લવાદી બનીને વાંધાવાળી જમીનોના ઓર્ડર કર્યા હતાજેની તપાસ કરવામાં આવતા સીટી સિવિલ કોર્ટ સામે જ તેનો ભાંડો ફૂટ્યો હતો.

#Gujarat #CGNews #Ahmedabad #Court #Fake #fake court
Here are a few more articles:
Read the Next Article