અમદાવાદમાં સર્જાયો હિટ એન્ડ રનનો બનાવ, કચરાની ગાડીએ બાઇક ચાલકને અડફેટે લેતા બાઇકચાલકનું મોત.

કોર્પોરેશનના કચરાની ગાડીએ બાઈકચાલક યુવકને અડફેટ લેતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.

New Update
અમદાવાદમાં સર્જાયો હિટ એન્ડ રનનો બનાવ, કચરાની ગાડીએ બાઇક ચાલકને અડફેટે લેતા બાઇકચાલકનું મોત.

અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં આજે ફરી કોર્પોરેશનના વાહનના કારણે એક સામાન્ય વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. કોર્પોરેશનના કચરાની ગાડીએ બાઈકચાલક યુવકને અડફેટ લેતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોનું ટોળું સ્થળે એકઠું થઈ ગયું હતું. પોલીસને પણ જાણ થતા ટ્રાફિક DCP સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત સર્જી ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. અકસ્માત બાદ યુવકને સારવાર મળે તે પહેલા જ ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ કોર્પોરેશનનો વાહનચાલક ઘટનાસ્થળે ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કોર્પોરેશનના કેટલાક વાહનોના કારણે સામાન્ય લોકોને અકસ્માતમાં ભોગ બનવું પડ્યું હતું. ત્યારે વધુ એક અકસ્માતે સમગ્ર વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભો કર્યો છે.