Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : 1000 હજાર ગામડાઓ લમ્પી વાઇરસથી અસરગ્રસ્ત,તંત્રને જગાડવા કોંગ્રેસ આવ્યું મેદાને

રાજ્યમાં લમ્પી વાયરસનો કહેર વધી રહ્યો છે રાજ્યના 1000 હજાર ગામડાઓ અસરગ્રસ્ત ત્યારે ગુજરાત કોંગ્રેસે આ મામલે રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે અને સરકારના અધિકારીઓ ખોટું બોલી રહ્યા છે તેવો આરોપ કોંગ્રેસ કિસાન સંઘે કર્યો છે.

X

રાજ્યમાં લમપી વાયરસનો કહેર વધી રહ્યો છે રાજ્યના 1000 હજાર ગામડાઓ અસરગ્રસ્ત ત્યારે ગુજરાત કોંગ્રેસે આ મામલે રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે અને સરકારના અધિકારીઓ ખોટું બોલી રહ્યા છે તેવો આરોપ કોંગ્રેસ કિસાન સંઘે કર્યો છે.

આજરોજ ગુજરાત કિસાન કોંગ્રેસ સંઘના પ્રમુખ પાલ આંબલીયાએ વધતાં જતાં લમપી વાઇરસના સંક્રમણમામલે આરોપ લગાવ્યો કે રાજ્યમાં મેં મહિનામાં લમપી વાયરસ આવી ચૂક્યો હતો પણ સરકાર સૂતી હતી અને જુલાઈમાં આ વાયરસને લઇ પરિપત્ર બહાર પાડ્યો એટલું જ નહિ કચ્છમાં જે હજારો પશુઓમાં રસીકરણ કરવાનો જે દાવો કરવામાં આવ્યો તે ખોટી બાબત છે ત્યાં જૂજ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે કિસાન સંઘે આરોપ લગાવ્યો કે સરકાર માત્ર આંકડાથી પ્રજાને ગેરમાર્ગે દોરે છે કચ્છના ડીડીઓ એ કહ્યું હતું કે 80 હજાર પશુઓનું રસીકરણ કર્યું છે પણ હવે સરકારે પોતાના અધિકારીને ખોટા પાડ્યા છે અને હવે સરકાર કહે છે કે 19 હજાર પશુઓમાં રસીકરણ કર્યું છે કિસાન સંઘે આગળ કહ્યું કે રાજ્યના 14 જિલ્લામાં આ લમપી વાયરસ ફેલાઈ ગયો છે છતાં સરકાર સૂતી રહી છે આમ આ વાયરસ મુદ્દે કોંગ્રેસ કિસાન સંઘ આક્રમકઃ વલણ અપનાવી રહી છે.

Next Story