New Update
/connect-gujarat/media/post_banners/60be33e8cd0a958e79e5cb2642d244386ef8fe6512cc2004f6573210ea1d14f7.jpg)
અમદાવાદની રામોલ પોલીસે સગીરા પર દુષ્કર્મ ગુજારનાર બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના વસ્ત્રાલમાં સગીરા પર બળાત્કાર ગુજારનાર આ બન્ને આરોપીઓ એક બીજાના પરિચિત છે. અને સામાજિક પ્રસંગમાં પીડતાની સાથે પરિચયમાં આવ્યા હતા.બન્ને માંથી એક આરોપીએ 14 વર્ષની પીડિતા ને લલચાવી અને ફોસલાવી બંધ મકાનમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું તો અન્ય આરોપીએ તેના મિત્રની આ ગુનામાં મદદગારી કરી હતી. પરિવારે આ અંગે રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories