Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રાજયમાં આઇટી શ્રેત્રમાં નવી 2 હજાર રોજગારીની તકોનું થશે સર્જન

રાજય સરકારે જાહેર કરેલી નવી આઇટી પોલીસી હેઠળનો પ્રથમ એમઓયુ આંતરરાષ્ટ્રીય કંપની કયુએકસ ગ્લોબલ તથા સરકાર વચ્ચે થયો છે..

X

રાજય સરકારે જાહેર કરેલી નવી આઇટી પોલીસી હેઠળનો પ્રથમ એમઓયુ આંતરરાષ્ટ્રીય કંપની કયુએકસ ગ્લોબલ તથા સરકાર વચ્ચે થયો છે.

રાજય સરકારે આઇટી સેકટરના વિકાસ માટે નવી પોલીસીની જાહેરાત કરી છે. આ પોલીસી અંતર્ગત રાજ્ય સરકાર અને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય કંપની વચ્ચે સ્ટ્રેટેજિક એમઓયુ થયાં છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આઇટી સેક્ટરના વિકાસને વેગ આપવા રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવાના હેતુસર જાહેર થયેલી પ્રોત્સાહક પોલીસીની આ પહેલી સફળતા છે. કયુએકસ ગ્લોબલ ગૃપના સીઇઓ રોબિન્સને વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી જણાવ્યું હતું કે, તેમની કંપની 2,300 જેટલાં આઇટી પ્રોફેશનલ્સ ધરાવે છે તેમાંથી 1,700 જેટલાં ગુજરાતમાં કાર્યરત છે. આ સ્ટ્રેટેજિક MoUના પરિણામે આગામી વર્ષોમાં આઇ.ટી ક્ષેત્રે બે હજાર જેટલી રોજગારીનું સર્જન થશે.

Next Story