Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કરાઈ ડેમમાંથી 3500 ક્યુસેક પાણીની આવક, વાસણા બેરેજના 2 દરવાજા ખોલી મુકાયા...

સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે નદી-નાળા અને તમામ ડેમ છલકાઈ ગયા છે.

X

સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે નદી-નાળા અને તમામ ડેમ છલકાઈ ગયા છે, ત્યારે અવિરત વરસાદ વરસતા કરાઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા અમદાવાદના વાસણા બેરેજ ડેમના 2 દરવાજા સંપૂર્ણ ખોલવામાં આવ્યા છે.

રાજ્યમાં અને ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદથી નદી-નાળા છલકાઈ ઉઠ્યા છે, તો રાજ્યના અનેક ડેમમાં પણ પાણીની ભારે આવક થઈ છે, ત્યારે કરાઇ ડેમમાંથી 3500 કયુસેક પાણી અને સંત સરોવરમાંથી 1400 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં આવતા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. પાણીની સતત વધારે આવક થતાં શહેરના વાસણા બેરેજના 2 દરવાજા સંપૂર્ણ ખોલી નાખવામાં આવ્યા છે. આ 2 દરવાજા ખોલતા ધોળકા, બાવળા, બગોદરા, સાણંદ અને વિરમગામના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સ્થાનિક પ્રાંત અધિકારીને સતર્ક કરવામાં આવ્યા છે. જો પાણીની આવક વધે તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સહી સલામત સ્થળાંતર કરવા માટે જણાવાયું છે.

Next Story