/connect-gujarat/media/post_banners/fcc87d80e91df6f8295eb5000931693d52e37b3b91b51f68115a1b3641f35509.jpg)
અમદાવાદમાં રહેતા 40 લોકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા
મૂળ પાકિસ્તાનના અને છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં રહેતા એવા 40 લોકોને ભારતીય નાગરિકતાનું સર્ટિફિકેટ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આપવામાં આવતા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા.સરકારના 2016 અને 2018ના પરિપત્રથી કલેકટરને નાગરિકતા આપવા માટે સત્તા આપી છે આ બાબતે અમદાવાદમાં 1032 લોકોને અત્યાર સુધી નાગરિકતા અપાઇ છે.આ મામલે અમદાવાદ દેશમાં નંબર વન જિલ્લો બન્યો છે.પાકિસ્તાનમાં તેઓની સાથે અત્યાચાર થતા હતા પણ વર્ષો બાદ નાગરિકતા મળતા આ તમામની આંખોમાં ખુશી જોવા મળી હતી. આ લોકોએ આજે ભારતીય હોવાનો ગર્વ મહેસૂસ કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન એક દિવ્યાંગ દીકરી હર્ષ સંઘવીને ભેટી પડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન કે અન્ય પાડોશી દેશમાં રહેતા ભારતીયોને સૌથી પેહલા 7 વર્ષ સુધી વિઝા મેળવી રેહવું પડે છે અને ત્યાર બાદ તે લોકો અરજી કરી શકે છે. અરજી મળ્યા બાદ સરકાર અને તંત્ર દ્વારા તમામ રીતે તપાસ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેમને નાગરિકતા મળતી હોય છે