Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: શહેરમાં 82 ટકા લોકોમાં એન્ટીબોડી, કોરોનાની સંભવિત ત્રીજી લહેર થશે બિન અસરકારક

કોરોનાની સંભવિત ત્રીજી લહેર થશે બિન અસરકારક !અમદાવાદ શહેરમાં 82 ટકા લોકોમાં એન્ટીબોડી, સરકારનું રસીકરણ પર ફોકસ.

X

અમદાવાદ મહાનગર પાલિકાના સર્વે અનુસાર અમદાવાદ શહેરમાં 82 ટકા લોકોમાં એન્ટીબોડી બની ગઈ છે જેના કારણે કોરોનાની સંભવિત ત્રીજી લહેર બિન અસર કારક સાબિત થાય એવી શક્યતા છે.

એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ બુધવારે ત્રીજી લહેરની શક્યતાને નકારી દીધી છે અમદાવાદ મ્યુનિ.ના સરવે અનુસાર અમદાવાદમાં 82 ટકા લોકોમાં એન્ટિબોડી બની છે ત્યારે રાજ્યમાં આ આંકડો 75 ટકા સુધી પહોંચી ગયો છે તે કારણે કોરોનાની સંભવિત ત્રીજી લહેર બિન અસરકારક સાબિત થઈ શકે છે.

હાલ રાજ્યમાં નવા વાયરસના અણસાર નથી કોરોના થવાના કારણે ઘણા લોકોમાં હર્ડ ઇમ્યુનિટી વિકસી ગઈ છે અને મોટાભાગના લોકોએ રસીનો પ્રથમ ડોઝ પણ મેળવી લીધો છે.એઈમ્સ ડાયરેક્ટરનું નિવેદન સુખદ છે તેમ છતા સંભવિત ત્રીજી લહેર માટે ગુજરાત સરકારની પૂરી તૈયારી છે.આરોગ્ય વિભાગ કોઈ જ રિસ્ક લેશે નહીં.

સરકાર રસીકરણ પર વિશેષ ભાર મૂક્યો છે.રસીકરણમાં ગુજરાત દેશમાં નંબર 1 પર છે.35 ટકા લોકોએ રસીના બન્ને ડોઝ જ્યારે 82 ટકા પ્રથમ ડોઝ લઈ લીધો છે. રાજ્યના 8500 ગામોમાં 100 ટકા રસીકરણ થઈ ચૂક્યું છે આઈસીએમઆરના સરવે મુજબ મુંબઈમાં 85 ટકા લોકોમાં એન્ટિબોડી બન્યા છે. દેશમાં સૌથી વધુ મધ્યપ્રદેશમાં 79 ટકા જ્યારે કેરળમાં સૌથી ઓછા 45 ટકા લોકોમાં એન્ટિબોડી બની છે.એન્ટિબોડી તૈયાર થવામાં ગુજરાત ચોથા ક્રમે છે.

Next Story