અમદાવાદ : ઈસનપુરમાં મહાદેવના મંદિર બહાર આપતિજનક હાલતમાં ગૌવંશના ટુકડા ભરેલો થેલો મળ્યો, હિન્દુ સંગઠનોમાં રોષ...

ઈસનપુરમાંથી આપતિજનક હાલતમાં ગાયનો મૃતદેહ મળી આવતા રોષે ભરાયેલા હિંદુ સંગઠનોએ સમગ્ર વિસ્તારમાં બંધનું એલાન આપ્યું હતું.

New Update
અમદાવાદ : ઈસનપુરમાં મહાદેવના મંદિર બહાર આપતિજનક હાલતમાં ગૌવંશના ટુકડા ભરેલો થેલો મળ્યો, હિન્દુ સંગઠનોમાં રોષ...

અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાંથી આપતિજનક હાલતમાં ગાયનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના કારણે રોષે ભરાયેલા હિંદુ સંગઠનોએ બંધનું એલાન જાહેર કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. હાલ હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે હિન્દુ સમાજની ભાવનાઓને ઠેસ પહોચાડતું કૃત્યુ અમદાવાદમાંથી સામે આવ્યું છે. શહેરના ઈસનપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વહેલી સવારે આપતિજનક હાલતમાં ગૌવંશના ટુકડા મળી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

ગૌવંશની કતલ કરીને કોઈ વ્યક્તિ તેને થેલામાં ભરી ફેંકી ગયું હોય અથવા લઈ જતાં પડી ગયું હોય, તેવી શંકા આસપાસના સ્થાનિકો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસમાં આ રીતે મહાદેવના મંદિરની બહાર કતલ કરેલું ગૌવંશ મળી આવતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ સાથે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બનાવના પગલે આ વિસ્તારમાં દુકાનો બંધ થઈ ગઈ હતી, તો બીજી તરફ આરોપી પણ CCTV કેમેરામાં કેદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના પગલે રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.

જોકે, ઈસનપુરમાંથી આપતિજનક હાલતમાં ગાયનો મૃતદેહ મળી આવતા રોષે ભરાયેલા હિંદુ સંગઠનોએ સમગ્ર વિસ્તારમાં બંધનું એલાન આપ્યું હતું. જેના કારણે સ્થાનિક પોલીસ સહિત આસપાસની પોલીસને પણ ઈસનપુર બોલાવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. આ કૃત્ય જેણે પણ કર્યું હશે તેને વહેલી તકે ઝડપી લેવામાં આવશે. તો બીજી તરફ ઈસનપુર વિસ્તારમાંથી જે સ્થળે ઘટના બની હતી, ત્યાં સ્થાનિકોએ રામધૂન બોલાવી હતી.

Latest Stories