અમદાવાદ: વૃદ્ધ મહિલા પર હુમલો કરનાર રસ્તે રખડતી ગાયના માલિક સામે ગુનો દાખલ

અમદાવાદની અમરાઈવાડી પોલીસે વૃદ્ધ મહિલા પર હુમલો કરનાર રસ્તે રખડતી ગાયના માલિક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અમદાવાદની અમરાઈવાડી પોલીસે વૃદ્ધ મહિલા પર હુમલો કરનાર રસ્તે રખડતી ગાયના માલિક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ અમરાઈવાડી પોલીસે ગાયના માલિક સામે ગંભીર ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેમાં બનાવની વાત કરી તો ગત 12 ફેબ્રુઆરીના રોજ બનાવ બન્યો હતો. વૃદ્ધ મહિલા રેવીબહેન વાઘેલા બહારગામથી ઘરે આવી રહ્યા હતા ત્યારે હાટકેશ્વરથી ચાલતા ઘરે જઈ રહ્યા હતા ત્યારે ગાયે વૃદ્ધ મહિલાને અડફેટે લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.10 દિવસ વૃદ્ધ મહિલાએ જીવન મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ સારવાર દરમિયાન મોત નિપજયુ હતું.ઘરમાં કોઈ કમાનાર નથી જેથી વૃદ્ધ મહિલા અને તેની પુત્રવધૂ શાકભાજી વેચી ઘરનું ગુજરાન ચલાવતા હતા. અમરાઈવાડી પોલીસે ગાયના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.ગાયના માલિક હરજી રબારી વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં હરજી ફરાર થઈ ગયો છે.

Latest Stories