Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : નારાયણપુરાના AEC ચાર રસ્તા પાસે લોકોનો ચકકાજામ, જુઓ કેમ વિફર્યા લોકો

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એઇસી ચોકડી પાસે બિલ્ડિંગોનો કાટમાળ નાખવા માટે ડમ્પ સાઇટ બનાવવામાં આવતાં સ્થાનિકો વિફર્યા છે.

X

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એઇસી ચોકડી પાસે બિલ્ડિંગોનો કાટમાળ નાખવા માટે ડમ્પ સાઇટ બનાવવામાં આવતાં સ્થાનિકો વિફર્યા છે. વિફરેલા લોકોએ બીઆરટીએસની બસો રોકી દેતાં અધિકારીઓ અને પદાધિકારીઓ દોડતા થયાં હતાં..

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહ તથા રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. નારણપુરા વિસ્તારમાં આવેલાં AEC ચાર રસ્તા પાસે તોડેલી ઇમારતોનો કચરો નાખી ડમ્પ સાઇટ બનાવતાં સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં...

સત્યમ સ્કાયલાઈન અને તેની આજુબાજુ આવેલી અન્ય ફ્લેટના રહીશો દ્વારા તેમની સોસાયટીથી ડમ્પ સાઈડ સુધી બેનર્સ સાથે રેલી સ્વરૂપે ડમ્પ સાઇટ સુધી ગયાં હતાં. સ્થાનિકોનું કહેવું છે કે તેઓ કેટલાય વર્ષોથી આ ડમ્પ સાઇટ બંધ કરાવવા માટે લડત ચલાવી રહયાં છીએ. મુખ્યમંત્રી સુધી રજુઆત કરાય છે પણ હજી કોઇ નિરાકરણ આવ્યું ન હોવાથી અમારે રસ્તા પર આવવું પડયું છે.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અહીં છેલ્લા કેટલાય સમયથી કચરો નાખવામાં આવતો હોવાથી ખૂબ જ પ્રદૂષણ થાય છે. આ બાબતે સ્થાનિક કોર્પોરેટર ને જાણ હોવા છતાં પણ તેઓ કંઈ કાર્યવાહી કરતાં નથી. અમારા ઘરમાં આખો દિવસ ધૂળ આવે છે. અહીં રાત્રે આવતા ટેમ્પોના અવાજથી અમે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ડમ્પીંગ સાઇટ બંધ કરાવવાના નિર્ધાર સાથે નીકળેલાં સ્થાનિકોએ અચાનક ચકકાજામ કરી દીધો હતો. તેમણે બીઆરટીએસની બસો રોકી દેતાં અધિકારીઓ તથા પદાધિકારીઓને સ્થળ પર દોડી આવવાની ફરજ પડી હતી. સ્થાનિક કોર્પોરેટરોને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યાં હતાં. ડેપ્યુટી મેયર ગીતા પટેલ તથા કોર્પોરેટરો સમક્ષ સ્થાનિકોએ ધારદાર રજુઆતો કરી હતી. ડેપ્યુટી મેયરે દરવાજો બંધ કરાવી દેવાની ખાતરી આપતાં લોકોનો રોષ શાંત થયો હતો.

Next Story