Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : શાહીબાગ વિસ્તારમાં IPS મેસ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો

X

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ આઇપીએસ મેસ પોલીસ કોલોની ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.

નૂતન વર્ષે આત્મ નિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારતનો સંકલ્પ સાકાર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે, ત્યારે આજે નવા વર્ષના અભિનંદન પાઠવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ આઇપીએસ મેસ પોલીસ કોલોની ખાતે દિવાળી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની વિકાસ યાત્રાને વધુ નવી ઊંચાઈ સિદ્ધ કરાવીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દરેક ગુજરાતી પરિવારો, નાગરિક ભાઈઓ -બહેનોને તેમજ પોલીસ પરિવારને દિપાવલી પર્વની શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા. જોકે, દર વર્ષે આઇપીએસ અધિકારી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સ્નેહમિલન નિમિત્તે મુલાકાત કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અહી આઇપીએસ અધિકારીઓની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી. ડીજી આશિષ ભાટિયા, અમદાવાદ પોલીસ કમીશનર સંજય શ્રીવાસ્તવ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story