/connect-gujarat/media/post_banners/cb65de6ec0e4e020d238dbb8e579676efe7b32fe757e64d3bf36882b84a8e528.jpg)
અમદાવાદ શહેરમાં આમ તો અવારનવાર દારૂની મહેફિલ પકડાતી હોય છે, પરંતુ આ વખતે વસ્ત્રાપુરમાં હુક્કા અને દારૂની મહેફિલ ની માહિતી ખુદ ડીસીપી ઝોન 5 દ્વારા આપવામાં આવી અને કન્ટ્રોલમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે કાર્યવાહી બાદ 4 યુવતીઓ અને અન્ય યુવકોની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં આવેલા અનિક એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે દારૂની મહેફિલ ચાલી રહી હોવાની જાણ ડીસીપી ઝોન 5 દ્વારા કન્ટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. વસ્ત્રાપુર પોલીસને ડીસીપી દ્વારા માહિતી અપાતા વસ્ત્રાપુર પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં દારૂની બોટલ અને હુક્કા મળી આવ્યા હતા.પોલીસે દારૂની મહેફિલ માણી રહેલ 4 યુવતીઓ સહિત કુલ 11 લોકોની ધરપકડ કરી હતી. આ ફ્લેટ ઝંખના મહેશ્વરી નામની યુવતીએ છેલ્લા એક વર્ષથી ભાડે લીધો હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે અને તે મહિલા તબીબ હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસે હાલ મોબાઇલ અને વાહનો સહિત કુલ રૂ 9 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.