/connect-gujarat/media/post_banners/d231ffbc2af80330bf86c671cadfd6dffec84b9ed954115e9fe60bddc7994259.jpg)
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગુમ થયેલ યુવાનની હત્યા કરાયેલ લાશ મળી આવતા સ્થાનિક પોલીસે આરોપીની ધરપકડ કરી છે. યુવકની હત્યા કૌટુંબિક માસાએ જ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
અમદાવાદ શહેરના ન્યુ સીજી રોડ પર રહેતા દીપ સિંહ ઉર્ફે સાહિલ પવાર નામનો યુવક 29મી જાન્યુઆરીએ મોડી સાંજે મિત્રો સાથે બહાર જઈને આવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યો ન હતો. આસપાસના વિસ્તારમાં તપાસ કરતા પણ યુવકની કોઈ ભાળ ન મળતા આખરે તેના પરિવારજનોએ ચાંદખેડા પોલીસને આ બાબતની જાણ કરી હતી.ચાંદખેડા પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી હતી ત્યારે એક સીસીટીવી ફૂટેજે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે. જોકે ચોકાવનારી બાબત એ છે કે આરોપી બીજું કોઈ નહીં પરંતુ ફરિયાદીના કૌટુંબિક માસા થાય છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે દીપ સિંહ તેના મિત્રો અને કૌટુંબિક માસા મુકેશ સિંહ સાથે રોયલ કાફેમાં નાસ્તો કરીને છૂટા પડ્યા હતા પોલીસ તપાસ દરમ્યાન આરોપીએ દિપસિંહને કહ્યું હતું કે હું તારી પાછળ ખર્ચ કરું છું છતાં પણ હું કહું ત્યારે તું કેમ મળવા આવતો નથી. તેને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને તેની અદાવતમાં હત્યા કરી દીધી હતી. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે