Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : મિત્રનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારવાનો મિત્રનો પ્રયાસ, અંતે પોલીસ આવી જતાં રંગે હાથ ઝડપાયો

નરોડા વિસ્તારના નાના ચિલોડા રિંગરોડ પર ગત મોડી રાત્રે કારમાં મિત્રનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરતાં મિત્રને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો

X

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારના નાના ચિલોડા રિંગરોડ પર ગત મોડી રાત્રે કારમાં મિત્રનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરતાં મિત્રને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસે બેભાન થયેલા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

અમદાવાદના નરોડા વિસ્તારના નાના ચિલોડા નજીક નીલકંઠ ફ્લેટમાં રહેતા સંદીપ જાટ અને રામસ્વરુપ જાંગીડ બન્ને મિત્ર છે. સંદીપે મિત્ર રામસ્વરુપને ફ્લેટ લેવા માટે 5 વર્ષ પહેલાં 5 લાખ રૂપિયા આપ્યા હતા. જેની વારંવારની ઉઘરાણી છતાં રામસ્વરૂપ 5 લાખ રૂપિયા પરત આપતો નહોતો. આથી સંદિપે મિત્ર રામસ્વરુપનું કાસળ કાઢવાનું નક્કી કરી ગત શુક્રવારે મોડી રાત્રે પોતાની કારમાં રામસ્વરુપને બહાર લઇ ગયો હતો. જ્યાં રિંગરોડ સર્કલ પાસે નવી બનતી સ્કીમ રાધે પેરેમાઉન્ટ પાસે કાર ઊભી રાખીને રામસ્વરુપ કંઇ સમજે તે પહેલાં સંદિપે દોરીથી ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, તે જ સમયે સ્થળ પર નરોડા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હોવાથી પોલીસનું ધ્યાન અંધારામાં ઊભી કાર પર પડતાં કાર પાસે પહોંચી હતી. પોલીસે કારમાં ટોર્ચ મારીને જોતા સંદીપ દ્વારા રામસ્વરુપની હત્યાનો પ્રયાસ કરતાં રંગે હાથ ઝડપાયો હતો. આથી નરોડા પોલીસે સંદીપની ધરપકડ કરી હતી, ત્યારે નરોડા પોલીસની ટીમને DGP અને CP સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓએ તેમની આ કમગીરીને બિરદાવી હતી.

Next Story