અમદાવાદ : 68 વર્ષીય વૃદ્ધનો મોબાઇલમાં નિર્વસ્ત્ર વીડિયો બનાવી યુવતીએ રૂ. 2.69 કરોડ ખંખેર્યા...

અમદાવાદમાં એક વૃદ્ધને સોશિયલ મિડીયામાં મિત્રતા કરવી ભારે પડી ગઈ છે. સોશિયલ મીડિયા થકી વૃદ્ધની એક યુવતી સાથે ઓળખાણ થઈ હતી

New Update
અમદાવાદ : 68 વર્ષીય વૃદ્ધનો મોબાઇલમાં નિર્વસ્ત્ર વીડિયો બનાવી યુવતીએ રૂ. 2.69 કરોડ ખંખેર્યા...

અમદાવાદમાં એક વૃદ્ધને સોશિયલ મિડીયામાં મિત્રતા કરવી ભારે પડી ગઈ છે. સોશિયલ મીડિયા થકી વૃદ્ધની એક યુવતી સાથે ઓળખાણ થતા તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. વીડિયો કોલના માધ્યમથી બન્ને જણા વર્ચ્યુઅલ સેક્સના રવાડે ચઢી ગયા હતા. આ સ્થિતિનો વિડિયો ઉતારી વૃદ્ધને બ્લેકમેલ કરી રૂ. 2.69 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.

આ બનાવની વિગત જોઈએ તો અમદાવાદમાં પોશ વિસ્તારમાં રહેતા વૃદ્ધની ઓળખાણ એક યુવતી સાથે સોશિયલ મીડિયામાં વાત થઈ હતી, અને તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ વીડિયો કોલના માધ્યમથી બંને વર્ચ્યુઅલ સેક્સના રવાડે ચઢી ગયા હતા. મોબાઇલના કેમેરામા નિર્વસ્ત્ર થઇ વૃદ્ધ સંપૂર્ણપણે ભૂલી ગયા હતા કે, સામે છેડે યુવતી પોતાના મોબાઈલ દ્વારા વીડિયો રેકોર્ડિંગ કરી રહી છે. યુવતી દ્વારા વીડિયો વૃદ્ધને મોકલાવીને રૂપિયાની માગણી કરાઈ હતી. ત્યારબાદ દિલ્હી પોલીસ, સાયબર ક્રાઇમ પોલીસ અને સીબીઆઈના સ્પેશિયલ અધિકારીના નામે દિલ્હીની શાતિર ગેંગના જુદા જુદા સભ્ય ડરાવી-ધમકાવી કેસની પતાવટ માટે ટુકડે ટુકડે 2.69 કરોડ રૂપિયા વૃદ્ધ પાસેથી પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવરંગપુરા વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષીય વૃદ્ધ એક ખાનગી કંપનીમાં એડવાઈઝર અને ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. વૃદ્ધ પાસેથી અલગ અલગ પોલીસ અધિકારીની ઓળખ આપીને જુદાં જુદાં બહાના બનાવી કુલ રૂપિયા 2.69 કરોડ પડાવી લીધા હતા. વધુ રૂપિયાની માગણી થતી હોવાથી આખરે વૃદ્ધે કંટાળીને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.