Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ઝાકમાં ટીમ્બરના ગોડાઉનમાં ભીષણ આગ, 2 લાખ લીટર પાણીનો છંટકાવ

અમદાવાદ નજીક આવેલી ઝાક GIDCમાં આવેલા લાકડાંના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગતાં દોડધામ મચી હતી.

X

અમદાવાદ નજીક આવેલી ઝાક GIDCમાં આવેલા લાકડાંના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગતાં દોડધામ મચી હતી.

અમદાવાદના દહેગામ પાસે આવેલી ઝાક GIDCમાં હરિઓમ ટિમ્બર વૂડ વર્કસ નામના લાકડાંના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. લાકડાના ગોડાઉનમાં લાગેલી આગ ઝડપથી પ્રસરી હતી. ફાયર વિભાગને આગનો કોલ મળતાની સાથે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. લગભગ 35 કર્મચારીઓએ 15 જેટલા ફાયરટેન્ડરની મદદથી આગ ઓલવવાની કવાયત શરૂ કરી હતી. આગમાં લાકડાંની સ્ક્રેપ, પાટીઓ, ફર્નિચર પ્લાય, ફિનિશ ગુડ્સ, દરવાજા, વૂડ પેલેટ્સ વગેરે બળી ગયાં છે. ફાયરબ્રિગેડની કામગીરીની વાત કરવામાં આવે તો ફાયરની ટીમે વોટર રીલે કરીને 4 જગ્યાથી પાણીની લાઈનો બનાવી આગને કાબુમાં લીધી હતી. બે કલાક સુધી ચાલેલી કવાયતમાં 2 લાખ લીટર પાણીનો વપરાશ થયો હતો.

Next Story