Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કોરોનાથી જીવનની દોર નહીં કપાય એ અંગે જાગૃતિ માટે બનાવાયો વિશાળ પતંગ...

ઉતરાયણનો તહેવાર નજીક આવતા જ લોકો તૈયારીમાં લાગી જતાં હોય છે. ઉતરાયણ પર્વની ઉજવણી માટે પરિવાર અને સંબંધીઓ પણ ભેગા થાય છે

X

ઉતરાયણનો તહેવાર નજીક આવતા જ લોકો તૈયારીમાં લાગી જતાં હોય છે. ઉતરાયણ પર્વની ઉજવણી માટે પરિવાર અને સંબંધીઓ પણ ભેગા થાય છે, ત્યારે આ ઉત્સવમાં લોકો સતર્ક રહે તે માટે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર દ્વારા એક વિશાળ પતંગ બનાવી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ઉતરાયણમાં કોઈ એક પરિવાર બીજા મિત્રોના ઘરે જતો હોય છે. મકાનના ધાબા ઉપર લોકો મોટી સંખ્યામાં ભેગા થાય છે, ત્યારે આ ઉત્સવથી લોકોમાં કોરોના સંક્રમણ ફેલાય તેવો પણ ભય રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર રઉફ બંગાળી અને તેમના સાથી મિત્રોએ લોકજાગૃતિ માટે એક વિશાળ પતંગ બનાવી લોકોને સતર્ક રહેવા અનોખો પ્રયાસ કર્યો હતો. આ પતંગ 20 ફૂટ પહોળો અને 15 ફૂટ લાંબો છે. પતંગની અંદર કોરોનાથી બચવા માટે શું શું કરવું તે બાબતે જાણકારી આપતા સૂત્રો લખવામાં આવ્યા છે. એટલું જ નહીં, સામાજિક કાર્યકર રઉફ બંગાળી દ્વારા વેક્સિનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યા લોકોને વેક્સિન પણ આપવામાં આવી હતી. આ સાથે જ લોકોને સામાજિક અંતર જાળવવું, હાથ સેનેટાઇઝ કરવા અને માસ્ક અવશ્ય પહેરવું સહિત સરકારની ગાઈડલાઇનનું પાલન કરવા પણ સામાજિક કાર્યકરે લોકોને અપીલ કરી હતી.

Next Story