Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: જૈન સમાજ દ્વારા શત્રુંજય મહાતીર્થ બચાવવાની માંગ સાથે વિશાળ રેલી યોજાય,સરકાર પાસે કરી આ માંગ

અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ હતી. પાલડી ચાર રસ્તાથી રેલી શરૂ થઈ હતી.

X

અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલિતાણામાં રોહિશાળા ખાતે આદિનાથ પ્રભુનાં પગલા અને ત્યારબાદ શેત્રુંજય પર્વત પર તોડફોડ કરનાર તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ હતી. પાલડી ચાર રસ્તાથી રેલી શરૂ થઈ હતી. સમાજના હજારો લોકો રેલીમાં બેનર સાથે જોડાયા હતા. જૈન સમાજના સંતો પણ રેલીમાં જોડાયા હતા.પાલડી ચાર રસ્તાથી ઇન્કમટેક્ષથી વાડજ થઈ RTO ખાતે રેલી પહોંચી હતી. રેલી દરમિયાન લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.3 કિમી કરતાં લાંબી રેલી યોજાઈ હતી. જેમાં 15 હજાર કરતાં વધુ લોકો જોડાયા હતા. રેલી આશ્રમ રોડ પહોંચી ત્યારે રેલીના કારણે એક તરફનો 3 કિમી સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. કલેકટર ઓફિસ પાસે બનાવેલા સ્ટેજ પર જૈન મુનિઓ બિરાજમાન થયા હતા જ્યારે હજારો લોકોની ભીડ રસ્તા પર નારા લગાવી રહી હતી. જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી રેલી દેખાઈ રહી હતી. જૈનોના પવિત્ર તીર્થધામ પાલીતાણા અતિ પ્રાચીન નગરી છે. જૈનાચાર્ય પાદલિપ્ત સૂરીના નામ પરથી વસેલું પાદલિપ્તપુર આજે પાલીતાણાના નામે જગવિખ્યાત છે. પ્રથમ જૈન તીર્થંકર ભગવાન ઋષભદેવ અથવા આદિનાથ કે આદિશ્વર ભગવાનના પુનિત સ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલાં છે. શત્રુંજય ગિરિરાજ ઉપર ચડવા માટે જ્યાં તળેટી આવે છે ત્યાંથી યાત્રાનો આરંભ થાય છે. પાલિતાણામાં રોહિશાળા ખાતે આદિનાથ પ્રભુનાં પગલાંની તોડફોડ અને ત્યારબાદ શેત્રુંજય પર્વત પર સીસીટીવી કેમેરા અને બોર્ડની તોડફોડ કરનાર મુઠ્ઠીભર તત્ત્વો સમગ્ર રાજ્યની શાંતિ ડહોળી રહ્યા છે

Next Story