Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સોનાવેશમાં નાથે આપ્યા દર્શન, મંદિર પરિસરમાં ભગવાનની ઝલક નિહાળવા ભક્તોની ભારે ભીડ

આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા પહેલા ત્યારે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે એક અનેરો માહોલ જોવા મળી રહ્યો છે.

X

આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા પહેલા ત્યારે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે એક અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે આજે ભગવાન જગન્નાથ સહિત ભાઇ બલભદ્ર અને બહેન સુદામા સાથે સોનાવેશમાં દર્શન આપ્યા હતા

ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા માટે યજમાન દ્વારા જ્યારે મામેરુ કરવામાં આવે છે ત્યારે ભગવાન માટે સોનાના આભૂષણો લાવવામાં આવે છે. ત્યારે સોનાવેશ ધરાવતા પહેલા યજમાન દ્વારા સોનાવેશનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભગવાનને સોનાવેશ અર્પણ કરવામાં આવ્યો હતો. જગન્નાથજીના સોનાવેશમાં મનોહર રૂપના દર્શન કરવા અને ભગવાનની એક ઝલક જોવા ભક્તો પડાપડી કરી રહતા હતા. કારણ કે નાથનું આવું રૂપ આખા વર્ષમાં આજે જ જોવા મળે છે. પીળા વાધા અને સોનાના ઘરેણાં થી સજ્જ ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ દેદીપ્યમાન લાગી રહ્યું હતું

આમ આવતીકાલની રથયાત્રા પહેલા અમદાવાદના જમાલપુર મંદિરે ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ છે અહીં સવારથી ભક્તો ભગવાનના અલગ અલગ સ્વરૂપના દર્શન કરવા પોહચી રહ્યા છે .તો સોનાવેષ બાદ ભગવાનના ત્રણેય રથ મંદિરમાં લાવવામાં આવ્યા હતા અને તેની પૂજા અર્ચના કરવામાં આવી હતી.

Next Story