New Update
/connect-gujarat/media/post_banners/e91fb9d5a15556f1eb26d59aa82e62eabe9ac6796ff6247be702b1ed6a466830.jpg)
અમદાવાદ શહેરના વસ્ત્રાલ સ્થિત આઈ’ ડિવિઝન વિસ્તારમાં AMC ઓડિટોરિયમ ખાતે શ્રમજીવી પરિવારો માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી છુટકારો અપાવવા 5 પોલીસ મથકના પોલીસ ઈન્સપેક્ટર અને UCDના અધિકારીઓએ શ્રમજીવી પરિવારોને લોન માટે જરૂરી પુરાવાઓ મેળવ્યા હતા. આ સાથે જ સરકારની યોજના મુજબ બેન્ક અધિકારીઓને સાથે રાખીને લોન મેળાનું આયોજન કર્યું હતું, જ્યાં પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોન માટે જરૂરી દસ્તાવેજો ધરાવતા અરજદારોને લોન આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.