Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: વર્ષ 2036માં યોજાનાર ઓલમ્પિકની તૈયારી બાબતની ચર્ચા કરવા અમિત શાહની અધ્યક્ષતામાં યોજાય બેઠક

ભારત વર્ષ 2036માં ઓલમ્પિકનું યજમાન બને તે માટેની તૈયારીઓની ચર્ચા કરવાના ભાગરૂપે અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી હતી

X

ભારત વર્ષ 2036માં ઓલમ્પિકનું યજમાન બને તે માટેની તૈયારીઓની ચર્ચા કરવાના ભાગરૂપે અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી હતી

ભારત વર્ષ 2036માં ઓલમ્પિકનું યજમાન બને તે માટેની તૈયારીઓનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે.તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં ઓલમ્પિક ગેમ્સ યોજાય તે માટે ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. તેના જ ભાગરૂપે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે આવેલા વિશિષ્ટ અતિથિગૃહ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજાઇ હતી.બેઠકમાં રાજ્ય સરકારના મુખ્ય સચિવ પંકજ કુમાર અને રમત ગમત વિભાગના સચિવ અશ્વિની કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. રમત ગમત વિભાગ દ્વારા આ બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ ખાતે નિર્માણ પામનાર સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ નારણપુરા સ્પોટ સંકુલ અને અમદાવાદ રિવરફ્રન્ટથી લઇ ગાંધીનગર સુધી રમતગમત માટેના મેદાનો અને સ્ટેડિયમ તૈયાર કરવા માટેની વિગતો આપવામાં આવી હતી.વર્ષ 2024નું ઓલમ્પિક પેરિસમાં જ્યારે વર્ષ 2028નું ઓલમ્પિક લોસ એન્જેલસમાં અને વર્ષ 2032નું ઓલમ્પિક બ્રિસબેનમાં યોજવાનું છે ત્યારે વર્ષ 2036ના ઓલમ્પિકનું યજમાનપદ ભારતને મળી રહે તે માટે તૈયારીઓનો ધમધમાટ કરી દેવામાં આવ્યો છે

Next Story