અમદાવાદ : સ્માર્ટ સિટીમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય, અખબારનગર અંડરપાસને બંધ કરાયો...

અમદાવાદમાં માત્ર 4 કલાકમાં વરસેલા વરસાદના કારણે શહેર પાણી પાણી થઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સમગ્ર અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાય જતાં સ્થાનિકો સહિત અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા

New Update
અમદાવાદ : સ્માર્ટ સિટીમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય, અખબારનગર અંડરપાસને બંધ કરાયો...

અચાનક વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

વરસાદના કારણે અંડરપાસને બંધ કરવાની નોબત આવી

અનેક વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો

અમદાવાદમાં માત્ર 4 કલાકમાં વરસેલા વરસાદના કારણે શહેર પાણી પાણી થઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સમગ્ર અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાય જતાં સ્થાનિકો સહિત અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. ભારે વરસાદના કારણે કેશવબાગ વિસ્તારમાં એક સાઈડનો માર્ગ બંધ કરવો પડ્યો હતો. સમગ્ર માર્ગ પર જ્યાં નજર કરો, ત્યાં માત્ર પાણી જ જોવા મળતું હતું, ત્યારે દર વર્ષે ભરાતા વરસાદી પાણીના નિકાલ સામે કોર્પોરેશનના કોઈ અધિકારી કે, નગરસેવકો જોવા સુદ્ધા નહીં આવતા હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

તો બીજી તરફ, અમદાવાદમાં છેલ્લા 4 કલાકમાં વરસેલા વરસાદના પગલે રિંગ રોડ પર આવેલ અખબારનગર અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જ્યાં 5 ફૂટથી વધુ પાણી ભરાતા તંત્ર દ્વારા અંડરપાસને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જોકે, આ અંડરપાસ જ્યારથી બન્યો છે, ત્યારથી આ પ્રકારે અહી પાણી ભરાવાની મોટી સમસ્યા સર્જાય છે, ત્યારે હાલ આ અંડરપાસ બંધ કરવાના કારણે અનેક વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Latest Stories