અમદાવાદ: પર્યાવરણ મંદિર ખાતે પોલીસ સંભારણા દિવસ અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું

અમદાવાદના પર્યાવરણ મંદિર ખાતે શહેર પોલીસ દ્વારા પોલીસ સંભારણા દિવસ અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
અમદાવાદ: પર્યાવરણ મંદિર ખાતે પોલીસ સંભારણા દિવસ અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું

અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસ સંભારણા દિવસ અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા પર્યાવરણ મંદિર ખાતે શહેર પોલીસ દ્વારા પોલીસ સંભારણા દિવસ અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા અમુક સમયમાં જુદા જુદા કારણોસર ફરજ દરમિયાન પોતાના જીવ ગુમાવનાર 22 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપવાના આશયથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સદર કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત સંયુક્ત પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જે બાળકોને શિક્ષણમાં સારા માર્ક મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે તેવા બાળકોનું એવોર્ડ આપીને સન્માન પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ કમિશનરે પોલીસ ખાતામાંથી નિવૃત્ત બાદ તેમજ ચાલુ ફરજે શહીદ થનાર પોલીસ કર્મીઓના પરિવારજનોને રોજગારી મળે તેવા ઉમદા આશયથી આગામી એક પ્રોજેક્ટ અંગે પણ વાત કરી હતી.