Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સ્ટેમ્પ ડયુટી કચેરીના અધિકારીએ માંગી 72 લાખ રૂા.ની લાંચ, જુઓ પછી શું થયું

અમદાવાદમાં સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં થતો ભ્રષ્ટાચાર છતો થયા બાદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એક્શન મોડમાં આવી ગયા છે.

X

અમદાવાદમાં સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં થતો ભ્રષ્ટાચાર છતો થયા બાદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એક્શન મોડમાં આવી ગયા છે.હાઈકોર્ટ વકીલના આરોપ બાદ રાજેન્દ્ર ત્રિવેદી ખુદ સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ પહોંચી અધિકારીઓના ક્લાસ લીધા હતા. તેમજ મોટી કાર્યવાહીના ભાગરૂપે સ્ટેમ્પ ડ્યુટી ઓફિસના તમામ કર્મચારીઓની બદલીના આદેશ કર્યા છે. અમદાવાદની સ્ટેમ્પ ડયુટીની ઓફિસમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મળી હતી. તેમણે ગુજરાત હાઇકોર્ટના એક વકીલ પાસે કચેરીમાં ચાલતાં ભ્રષ્ટાચારનું સ્ટીંગ ઓપરેશન કરાવ્યું હતું જેમાં એક વકીલ પાસે અધિકારીના નિર્દેશથી કર્મચારીએ 1200 મકાનોની સોસાયટીમાં 1800 દસ્તાવેજ કરવા માટે લાંચ માંગી હતી. આ લાંચ ડેપ્યુટી કલેકટર કે કે શાહ દ્વારા લાંચ માંગવામાં આવી હતી. 1800 દસ્તાવેજના 4 હજાર પ્રમાણે 72 લાખની લાંચ ની માંગણી કરવામાં આવી હતી મહેસૂલ મંત્રી જાહેરમાં કહી ચૂક્યા છે કે ભ્રષ્ટાચાર કરતાં અધિકારીઓના સબૂત સાથે મને જાણ કરો હાઈકોર્ટ વકીલે આવી રીતે મંત્રીને જાણ કરી હતી જે બાદ ખુદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સ્ટેમ્પ ડ્યુટી કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં કાર્યવાહીના ભાગરૂપે સાંજ સુધીમાં તમામ કર્મચારીઓની બદલી કરી નાખવામાં આવી છે

Next Story