અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ NID કેમ્પસમાં 3 દિવસમાં કુલ 24 વિદ્યાર્થીઓ કોરોનાં પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે
અમદાવાદમાં ફરી એકવાર કોરોનાનો જાણે રાફડો ફાટયો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ દેશની ડિઝાઇનિંગ સંસ્થા NID માં કોરોનાનો વિસ્ફોટ થયો હતો જેમાં માત્ર 3 દિવસમાં જ 24 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે.કોરોના પોઝિટિવ આવેલા તમામ વિદ્યાર્થીઓને હાલમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે. જે કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ છે તેમાં કેટલાક વિદ્યાર્થીઓ વિદેશના અને કેટલાક સ્થાનિક વિદ્યાર્થીઓ છે. હાલમાં કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓની વિદેશની અથવા કોઈપણ અન્ય ટ્રાવેલ હિસ્ટ્રી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે તેમની સાથે રહેતા તમામ લોકોના કોર્પોરેશન દ્વારા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે NIDને હાલમાં માઇક્રોકન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.