અમદાવાદ : લગ્નમાં રાસ-ગરબા રમતી વેળા સામાન્ય બોલાચાલી થતાં યુવકે અન્ય યુવકની હત્યા કરી...

વટવા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવતા ચકચાર, લગ્નપ્રસંગે ગરબામાં સામાન્ય બાબતે મામલો બીચક્યો

New Update
અમદાવાદ : લગ્નમાં રાસ-ગરબા રમતી વેળા સામાન્ય બોલાચાલી થતાં યુવકે અન્ય યુવકની હત્યા કરી...

અમદાવાદ શહેરમાં વટવા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં લગ્ન પ્રસંગમાં ગરબા રમતા હાથ અડી ગયો હતો, જે બાબતે મામલો બિચક્યો હતો. જેમાં એ વાતની અદાવત રાખતા મહેશ ઠાકોર નામના યુવકે અજય ઠાકોરની હત્યા કરી હતી. બનાવની વાત કરીએ તો, લગ્નપ્રસંગે અજય અને મહેશ આજુબાજુમાં રસ ગરબા રમતા હતા. તે દરમ્યાન અજયનો હાથ મહેશને અડ્યો હતો, અને ત્યારબાદ બન્ને વચ્ચે મોટો ઝગડો થયો હતો. જેમાં મહેશે અજયને કહ્યું હતું કે, તું રાસ-ગરબા પતવા દે, હું તને છોડીશ નહીં. જેને લઇનને ગરબા પુરા થતા જ મહેશે અજય સાથે ફરી ઝગડો કર્યો હતો.

બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મહેશ ઠાકોરે અજય ઠાકોરનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હત્યાના આરોપી મહેશ ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.