અમદાવાદ: આમ આદમી પાર્ટીએ સંગઠનના જમ્બો માળખાની કરી જાહેરાત,જુઓ કોને કઈ જવાબદારી મળી

અમદાવાદમાં આપની યોજાય પ્રેસ કોન્ફરન્સ આપના સંગઠન માળખાની કરવામાં આવી જાહેરાત

અમદાવાદ: આમ આદમી પાર્ટીએ સંગઠનના જમ્બો માળખાની કરી જાહેરાત,જુઓ કોને કઈ જવાબદારી મળી
New Update

રાજ્યમાં આમ આદમી પાર્ટીનું સંગઠન મોટું થઇ રહ્યું છે અને દિવસે દિવસે ચૂંટણી લક્ષી કાર્યો માટે ખૂબ જ સક્રિય બની ત્યારે પાર્ટી દ્વારા આજે રાજ્યમાં 2100 જેટલા લોકોને અલગ અલગ જવાબદારી માટે નિયુક્તિ આપવામાં આવી છે

આમ આદમીના સંગઠન મંત્રી મનોજ સોરઠીયાએ આજે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી જેમાં વિવિધ વિંગના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી તેઓએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી સાથે હમણાં જ દક્ષિણ બજરંગી જોડાયા છે જે NTDNT કૉમ્યૂનિટી માંથી આવે છે અને તેમના અધિકારો માટે લડતા આવ્યા છે એવા દક્ષિણ બજરંગીને આમ આદમી પાર્ટીના NTDNT વિંગના પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવી છે. સાથે સાથે અરવિંદ ગામીત જે દક્ષિણ ગુજરાતમાં ખૂબ મોટા સહકારી આગેવાન છે, સુમુલ ડેરી સાથે એમણે ખૂબ સેવાઓ આપી છે.અરવિંદ ગામીતને આમ આદમી પાર્ટીના કો-ઓપરેટીવ વિંગના પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવી છે. તેની સાથે જ ભાવેશ પટેલને આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના જે પણ કાર્યક્રમો થવાના છે તેના માટે ઇવેન્ટ ઇન્ચાર્જની જવાબદારી આપવામાં આવી છે.આ સાથે જ આમ આદમી પાર્ટીનું જે સોશિયલ મીડિયા સંગઠન છે તેમાં પણ જવાબદારી સોંપવામાં આવી છે.

આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યના સ્ટેટ ઇન્ચાર્જ તરીકે સફીન હસનને જવાબદારી આપવામાં આવી છે. સાથે સાથે દિવ્યેશ હિરપરાને રાજ્યના સોશિયલ મીડિયા કોર્ડીનેટર તરીકે જવાબદારી આપવામાં આવી છે. આ સાથે જ કુલ 1111 જેટલા સોશિયલ મીડિયા વોરિયર્સ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વિચારધારા પહોચાડવા માટે કાર્યરત રહેશે

#Gujarat #Congress #Ahmedabad #Aam Aadmi Party #responsibility #politics #Vidhansabha Election #political news #Manoj Sorthia #nnounced
Here are a few more articles:
Read the Next Article