Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ઢોર નહીં પકડવાના રૂ.4500 ની લાંચ લેતા એએમસીના કર્મીને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો

રખડતા ઢોરના ત્રાસ ને લઈને અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર વર્ષોથી બદનામીનો માર સહન કરી રહ્યું છે. એનક વખત લોક રોષનો પણ ભોગ બન્યું છે.

અમદાવાદ: ઢોર નહીં પકડવાના રૂ.4500 ની લાંચ લેતા એએમસીના કર્મીને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો
X

રખડતા ઢોરના ત્રાસ ને લઈને અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર વર્ષોથી બદનામીનો માર સહન કરી રહ્યું છે. એનક વખત લોક રોષનો પણ ભોગ બન્યું છે. છતાં પણ રખડતા ઢોર પકડવા મામલે તંત્ર ઊણું ઉતરી રહ્યું છે. જેની પાછળ અમુક અધિકારીઓ અને કર્મચારીઓની મેલી મુરાદ પણ જવાબદાર હોય છે. ત્યારે આવા જ એક ભ્રષ્ટ એએમસી ના કર્મચારીને ACBએ દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે જાણવા મળતી વિગત અનુસાર એએમસી ને ઉધઈ ની માફક કોરી ખાતો ભ્રષ્ટાચાર આજે ખૂલીને બહાર આવ્યો છે. એએમસી નો કર્મચારી લાંચ લેતા ઝડપાતા મનપાની લોબીમાં આ મામલે ચર્ચા જાગી હતી.

એસીબી એ એ લાંચનું છટકું ગોઠવી એએમસી ઢોર અંકુશ ખાતાના SI પિયુષ વ્યાસ નામના શખ્સને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. આ કર્મચારીએ ઢોર નહિ પકડવાની રૂ 4500 લાંચ માંગી હતી જે સ્વીકારવા જતાં એસીબી એ તેને ઝડપી લીધો હતો. ગઈકાલે સુરતના અઠવાલાઇન્સ ખાતે જિલ્લા સેવા સદનમા આવેલી પેન્શન ચુકવણી કચેરી વર્ગ ત્રણ કર્મચારી લાંચ લેતા ઝડપાયો હતો. પેન્શન ચુકવણી કચેરી પેટા હિસાબનીશ કર્મચારી ACBના છટકામાં રૂપિયા 60 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. પેટા હિસાબની વર્ગ-3 ના કર્મચારીઓ વિવેક કેવડિયા એસીબીના છટકામાં ખિસ્સું ગરમ કરતો પકડાઈ ગયો છે. વિવેક કેવડિયા એ ફરિયાદી પાસે તેના પતિના પેન્શનની રકમ ની ચુકવણી માટે રૂપિયા 60 હજારની લાંચ માંગી હતી.જેને લઇ ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરો માં ફરિયાદ કરી હતી. ફરિયાદને પગલે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું.

Next Story