/connect-gujarat/media/post_banners/02ce100e196493da226bfebfc31a7c973bbbf146eab635ae30647284732d558c.jpg)
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કેનેડાના પરમીટ વિઝા અપાવવાની લાલચ આપી કરોડની ઠગાઈ કરનાર એક આરોપીની મુંબઈથી ધરપકડ કરી છે આરોપીએ અંદાજે 100 લોકો સાથે ઠગાઈ કરી હોવાની વિગતો સામે આવી છે.અમદાવાદમાં કેનેડાના પરમિટ વિઝા આપવાના નામે ઠગાઈ ની ઘટના સામે આવી છે. જેમાં આરોપીએ ઉડાન હોલીડેના નામની કંપની દ્વારા કરોડોની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ આરોપીએ અંદાજે 100 નાગરિકોના રૂપિયા મેળવી કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે. જેમાં આરોપીએ વર્ક પરમિટના નામે 39 લાખ 41 હજાર રૂપિયા પડાવ્યા હતા.
આરોપી હર્ષિલ પટેલ 15થી 20 લાખમાં વર્ક પરમિટની લાલચ આપતો હતો. આ સાથે 100થી વધુ લોકો પાસેથી રૂપિયા 3 કરોડથી વધુની ઠગાઈ કરી હતી. આ ઠગાઈ પાલનપુર, મહેસાણા, વાપી અને અમદાવાદના લોકો સાથે કરવામાં આવી હતી. આ હોલીડે નામની કંપની 2018 થી શરૂ કરવામાં આવી હતી આરોપી સાથે બીજા 3 થી 4 લોકો સંકળાયેલ છે જેની તપાસ શરુ કરવામાં આવી છે.