અમદાવાદ : પ્રથમ વરસાદ બાદ સ્માર્ટસિટીમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા, લોકોને હાલાકી...

અમદાવાદમાં વરસેલા ભારે વરસાદ બાદ અનેક મુશ્કેલીઓ ઉભી થઈ છે. રોડ-રસ્તા બિસ્માર તો જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે

New Update
અમદાવાદ : પ્રથમ વરસાદ બાદ સ્માર્ટસિટીમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા, લોકોને હાલાકી...

અમદાવાદમાં મ્યુનિશિપલ કોર્પોરેશનના વાંકે દર વર્ષે લોકોને ચોમાસામાં બહાર નીકળવું મુશ્કેલ થઇ જતું હોય છે, ત્યારે આ વર્ષે પણ બોપલ વિસ્તારમાં પ્રથમ વરસાદ બાદ રસ્તા પર પડેલા મસમોટા ખાડાના કારણે મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે.

જો તમે, અમદાવાદ આવવાનું વિચારી રહ્યા છો તો ખાડાનગરીમાં તમારું સ્વાગત છે તેમ કહેવું ખોટું નથી. અને હા, ખાડાનગરી શબ્દ સાંભળીને તમે વિચારમાં ન પડી જતાં. કારણ કે, સ્માર્ટ સિટી અમદાવાદની સ્થિતિ હાલ કંઈક આવી જ છે. અમદાવાદમાં પ્રિ-મોન્સૂન પ્લાન પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કર્યા બાદ પણ અમદાવાદવાસીઓને મળ્યા છે માત્ર ખાડા. આમદવાદના અતિ વિકસિત વિસ્તાર એવા સાઉથ બોપલથી મણિપુર અને સાણંદને જોડતો માર્ગ પ્રથમ વરસાદ બાદ બિસ્માર અવસ્થામાં આવી ગયો છે. જોકે, વરસાદ રોકાયા હોવાના અનેક દિવસો વીતી ગયા હોવા છતાં પણ પાણી ઉતરતા નથી. એટલું જ નહીં, અહીં પડેલા ખાડાઓમાં તંત્રએ માત્ર કપચી નાખી તેને પૂરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બીજા જ વરસાદે આ કપચીને પણ બહાર લાવી દીધી છે. જેના કારણે અનેક રાહદારીઓ સહિત વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

અમદાવાદમાં વરસેલા ભારે વરસાદ બાદ અનેક મુશ્કેલીઓ ઉભી થઈ છે. રોડ-રસ્તા બિસ્માર તો જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે. બોપલ વિસ્તારમાં પણ અનેક સ્કૂલ આવેલી છે, જેથી જે પરિવાર અહીં પોતાના બાળકોને મુકવા આવે છે, તેમને પણ મુશ્કેલી ઉભી થાય છે. જોકે, સ્થાનિકોનું કહેવું છે કે, અમે સરકારને ટેક્સ આપીયે છીએ, પણ સરકાર નાગરિકોને શું આપે છે..! સારી સુવિધા અને વિકાસ માટે લોકોએ ભાજપને મત આપ્યા, પણ ભાજપની સરકાર આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવી શકી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આમ શહેરના પૂર્વ નહીં પણ પશ્ચિમ અમદાવાદના રસ્તાઓ પણ બેહાલ બનતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.

Latest Stories