રાજ્યમાં એક તરફ કોરોનાનું સંક્રમણ અજગરી ભરડો લઈ રહ્યું છે. સાથે જ રાજ્યમાં ઓમિક્રોનના કેસોમાં પણ વધારો થવા માંડ્યો છે, ત્યારે રસ્તા પર બેદરકાર થઈને ફરતા લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. છેલ્લા 5 દિવસમાં પોલીસ દ્વારા 2317 લોકોને જાહેરનામા ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. તો બીજી તરફ 31 ડિસેમ્બર પહેલાં પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવના પણ 351 જેટલા કેસ નોંધ્યા છે.
અમદાવાદ શહેરમાં રાત્રિ કરફ્યુનો ભંગ તેમજ માસ્ક વિના ફરતા લોકોને ઝડપી ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં છેલ્લા 5 દિવસમાં પોલીસે રૂપિયા 27.17 લાખ દંડ વસૂલવામાં આવ્યો છે. તો બીજી તરફ 31 ડિસેમ્બર પહેલાં પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવના પણ 351 જેટલા કેસ નોંધ્યા છે. નવા વર્ષ પહેલાં જ ગુનાખોરી પર કંટ્રોલ કરવા અને અકસ્માતના બનાવો રોકવા માટે પોલીસે 8 દિવસ માટે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરવાની મેગા ડ્રાઈવ શરૂ કરી છે. ટ્રાફિક પોલીસે છેલ્લા 5 દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 351 કેસ નોંધી નશાખોરો પર બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવની આ મેગા ડ્રાઈવ તા. 25 ડિસેમ્બરથી શરૂ થઈ છે, જે તા. 1 જાન્યુઆરી, 2022 સુધી ચાલશે. આ ડ્રાઈવના 5 દિવસ દરમ્યાન શહેર કમિશનરેટમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના સૌથી વધુ 69 કેસ ટ્રાફિક પોલીસે તેમજ ઝોન-6ના પોલીસ સ્ટેશનોએ 62 જેટલા કેસ નોંધ્યા છે. આ પ્રકારની ડ્રાઈવ યોજીને બેફામ બનેલા તત્વો પર અંકુશ મુકવા પોલીસે પ્રયાસ કર્યો છે.