Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે AMTS-BRTSની 1200 બસની ફાળવણી, મુસાફરોએ વેઠવી પડશે હાલાકી

અમદાવાદમાં યોજાશે PM મોદીનો કાર્યક્રમ, AMTS-BRTSની 1200 બસની ફાળવણી, મુસાફરોએ વેઠવી પડશે હાલાકી

X

29 અને 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન તેમજ મેટ્રોના લોકાર્પણ માટે અમદાવાદના મહેમાન બનશે ત્યારે લોકોને લાવવા લઈ જવા માટે AMTS અને BRTSની 1200 બસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેના પગલે મુસાફરોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવશે.

વડાપ્રધાનના બે દિવસના કાર્યક્રમને લઈને 29 અને 30 તારીખના દિવસે AMTS અને BRTSની 1200 બસો આ કાર્યક્રમ મૂકવામાં આવશે. જેના કારણે આ બંને દિવસે બસો નિયત રૂટ પર નહીં દોડે. જેથી લોકોને નોકરી, સ્કૂલ તેમજ સામાજિક કાર્યક્રમમાં આવવા જવા માટે અન્ય પેસેન્જર વાહનનો ઉપયોગ કરવાનો રહેશે. બસોની ફાળવણી માટે મ્યુનિ.કોર્પોરેશનના નોડલ ઓફિસરની નિમણૂક કરાઈ છે. બસની વ્યવસ્થા માટે પ્રત્યેક ઝોનમાં ખાસ કંટ્રોલ રૂમની પણ વ્યવસ્થા કરાઇ છે. વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યા છે.બન્નેદિવસ મોદીના કાર્યક્રમ ને લીધે કેટલાક રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે.

Next Story