/connect-gujarat/media/post_banners/4ab4b4eb4e79ecd15a8045f29bbe9e6ddb6cb5651bf8bf857bce24762af0e0ca.jpg)
આજે PM મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે AMC દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે AMC દ્વારા હરિયાળું અમદાવાદ સંકલ્પ સાથે 'મિશન મિલિયન ટ્રીઝ' અંતર્ગત પીરાણા ડમ્પસાઇટ પર એક લાખ ૭૫ હજાર વૃક્ષો વાવીને ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવશે.સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા વૃક્ષારોપણ કરી તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે CM ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં આપણે સૌ ઓક્સિજન અને કુદરતનું મહત્વ વધુ સારી રીતે સમજ્યા છીએ. કુદરતનું સંતુલન જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે.આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, ડે.મેયર ગીતાબહેન પટેલ, સાંસદ કિરીટ સોલંકી, અમદાવાદ મ્યુનિ. કમિશનર લોચન સેહરા, તેમજ આમંત્રિતો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા