અમદાવાદ: રખડતા ઢોર મુદ્દે AMCનો પશુપાલકોના હિતમાં નિર્ણય, દુધાળી અને સગર્ભા ગાયોને મુક્ત કરવામાં આવશે

અમદાવાદમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હાઈકોર્ટના કડક નિર્દેશો બાદ એએમસી અને પોલીસ તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું.

અમદાવાદ: રખડતા ઢોર મુદ્દે AMCનો પશુપાલકોના હિતમાં નિર્ણય, દુધાળી અને સગર્ભા ગાયોને મુક્ત કરવામાં આવશે
New Update

અમદાવાદમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હાઈકોર્ટના કડક નિર્દેશો બાદ એએમસી અને પોલીસ તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું. પોલીસની ટીમ દ્વારા AMCના અધિકારીઓની મદદમાં રહીને રખડતાં ઢોરને પકડવામાં આવ્યા હતા. આ રસ્તા પર રખડતા ઢોરોને પકડીને ઢોરવાડામાં રાખવામાં આવ્યા હતા.

ત્યારે હવે રખડતા ઢોર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.એએમસી દ્વારા દુધાળી અને સગર્ભા ગાયોને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એએમસી દ્વારા રૂપિયા 5 હજારનો દંડ લઈને દુધાળી અને સગર્ભા ગાયોને મુક્ત કરવામાં આવશે. સગર્ભા ગાયો ઢોર વાડામાં બીમાર થતી હોવાથી કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, લીગલ અભિપ્રાય બાદ આ નિર્ણય પર અમલ થશે ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ પોલીસ એક્શનમાં આવી હતી. લોકોને ઢોરના કારણે થતી મુશ્કેલીના સંદર્ભે કડક કાર્યવાહી કરવા માટે શહેર પોલીસ દ્વારા એક સપ્તાહની એક્શન ડ્રાઈવ યોજવામાં આવી હતી. જે 17 ઓક્ટોબર સુધી ચાલી હતી. રખડતા ઢોરોના અડફેટે આવતા નાગરિકોને આકસ્મિક મૃત્યુ બાદ અમદાવાદ શહેર પોલીસ એકશનમાં આવી હતી

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #Stray Cattles #AMC #Cattle Breeders #pregnant cows
Here are a few more articles:
Read the Next Article