/connect-gujarat/media/post_banners/8a60425530b148f6474ae5e9501b2110a1662f72435ac6f2def950259526a9f5.webp)
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા એજન્ટે ઓસ્ટ્રેલિયાના બોગસ વિઝા આપી દસક્રોઈના યુવક સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ આચરી હતી. યુવકે 13.40 લાખ આપ્યા બાદ એજન્ટે બોગસ વિઝા આપ્યાનો ખુલાસો થતા તેણે પૈસા પરત માંગ્યા હતા. ત્યારે એજન્ટે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે યુવકે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કબૂતરબાજી કરનારા એજન્ટની ધરપકડ કરી છે અને તેને જેલના સળિયા ની પાછળ ધકેલી દીધો છે.યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ અનુસાર, દસક્રોઈ માં રહેતા યુવકે વિદેશ જવાની ઘેલછામાં આરોપી ભવદીપ ગઢવી નો સંપર્ક કર્યો. ભવદીપ યુવકને ઓસ્ટ્રેલિયા અને કેનેડા મોકલવાના સપના બતાવ્યા હતા અને ત્યારબાદ ટુરીસ્ટ વિઝા પ્રોસેસ ના નામે યુવક પાસેથી ટુકડે ટુકડે પૈસા પડાવ્યા હતા. આરોપીએ ઓસ્ટ્રેલિયાના વિઝીટર વિઝા 13 માર્ચ 2020થી 13 માર્ચ 2022 સુધીમાં મળ્યા હોવાનો લેટર આપ્યો હતો. પરંતુ યુવકે એમ્બેસીમાં આ લેટર અંગે તપાસ કરી તો તે ફેક હોવાનું ખુલ્યું હતું. જેથી યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી ભવદીપ 15 લાખમાં વિઝા અપાવવાની લાલચ આપી હતી. તેણે ઓસ્ટ્રેલિયાના ટુરીસ્ટ વિઝા ની પ્રોસેસર ના નામે રૂ 13.40 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ એજન્ટ છેલ્લા ત્રણ વર્ષથી વિઝાનું રેકેટ ચલાવતો હતો. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. કબુતરબાજી આ રેકેટમાં એજન્ટ ભવદીપ ગઢવી સાથે અન્ય લોકોની સંડોવણી સામે આવી છે. નરોડા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે..