Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: આંગડિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવી અંદાજિત રૂ.25 લાખની લૂંટ, લૂંટારૂએ ફાયરિંગ પણ કર્યું

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં ગઇકાલે સમી સાંજે ફાયરિંગ વિથ લૂંટનો બનાવ સામે આવ્યો હતો.

X

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં ગઇકાલે સમી સાંજે ફાયરિંગ વિથ લૂંટનો બનાવ સામે આવ્યો હતો. આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી ફાયરીંગ કરી લાખો રૂપિયાની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા.

અમદાવાદના જમાલપુરથી કાચની મસ્જિદ નજીકના રોડ પરથી ઝવેરી વાડ તરફ જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને એક શખ્સ લોખંડનો રોડ મારી તેમજ ફાયરિંગ કરી તેની પાસે રહેલી ત્રણ બેગમાંથી એક બેગ છીનવીને ફરાર થઈ ગયો હતો. આંગડિયા પેઢીના કર્મચારી પાસે કુલ ત્રણ બેગ હતી જેમાં રોકડ રકમ હતી. જોકે લૂંટારૂ એક બેગ લઈને ભાગી જવામાં સફળ થયો છે. તેમાં કેટલા રૂપિયા હતા તેની પણ આંગડિયા પેઢીના માલિક દ્વારા ખરાઈ કરવામાં આવી છે. જો કે આ બેગમાં અંદાજિત 25 લાખ જેટલી રકમ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે ડીસીપી અને ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી આરોપી સુધી પહોંચવા માટેના તમામ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે

Next Story