Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: અશોક ગહેલોતની અધ્યક્ષતામાં પ્રદેશ કોંગ્રેસની મળી મહત્વની બેઠક, ચૂંટણી અંગે થઈ ચર્ચા

ગુજરાત કોંગ્રેસનાં નવા પ્રાણ ફૂંકવા માટે કોંગ્રેસ દ્વારા રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોતને કમાન સોંપવામાં આવી છે

X

ગુજરાત કોંગ્રેસનાં નવા પ્રાણ ફૂંકવા માટે કોંગ્રેસ દ્વારા રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોતને કમાન સોંપવામાં આવી છે ત્યારે આજરોજ તેઓની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે મહત્વની બેઠક મળી હતી

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી સતત સક્રિય છે ત્યારે સંગઠનની દ્રષ્ટિએ નબળી ગણાતી ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા કેન્દ્રીય નેતૃત્વએ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતને કમાન સોંપી છે.આજે અશોક ગેહલોત અને કેસી વેણુગોપાલ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને તમામ ધારાસભ્યો સાથે મિટિંગ કરી હતી.મિશન 2022 અંતર્ગત આ મહત્વની બેઠકમાં પ્રદેશના તમામ હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં બુથ મેનેજમેન્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી તો સાથે પ્રજાની વચ્ચે કયા મુદ્દા અને પ્રશ્નો ઉઠાવવા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી આ સાથે જં આવનાર દિવસોમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે કામગીરી સોંપવામાં આવી હતી.આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, અર્જુન મોઢવાડીયા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

Next Story
Share it