/connect-gujarat/media/post_banners/363baa8b538eca18cd77c06e19bd5d9e3b7b849d7e246aca27e95a14ac3f8942.webp)
અમદાવાદમાં 24 કલાકમાં બીજો હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. શહેરના નારોડા પાટીયા નજીક અજાણ્યા વાહને અડફેટે લેતા બાપુનગરના રહેવાસી રાહદારીનું કરૂણ મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરાતા પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી છે. પોલીસ દ્વારા આ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. તો મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
હાલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ગઈકાલે પણ અમદાવાદમાં હિટ એન્ડ રિનની ઘટના સામે આવી હતી. અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલ નજીક એક BMW કારના ચાલકે બેફામ ડાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો હતો. આ તરફ હવે કારચાલક દારૂના નશામાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. જોકે, ઘટના સ્થળના દોઢ કિલોમીટર આગળ કાર પણ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
આ ઘટનામાં અત્યાર 3થી 4 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં અમિત ભાઈ અને તેમના પત્નીને ઇજા થઈ છે. હાલ તેઓ ZYDUS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સાથે ગાડીમાંથી દારૂની બોટલ મળી હતી, જેનો અલગ કેસ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો. પોલીસે કહ્યું કે, સત્યમ શર્મા નામનો યુવક કાર ચલાવતો હતો,
કાર સત્યમ શર્માના પિતાના નામે રજીસ્ટર્ડ છે. આ સાથે કહ્યું કે, પ્રાથમિક તપાસ હજુ ચાલી રહી છે. ગાડીની સ્પીડ કેટલી હતી તેની તપાસ FSL દ્વારા કરાશે. પોલીસે કહ્યું કે, અક્સ્માતની ઘટના સ્થળ અને ગાડી મળી તે જગ્યાના CCTVની તપાસ કરાશે. સત્યમ શર્મા સોશિયલ મીડિયામાં પૂર ઝડપે કાર ચલાવી વીડિયો અપલોડ કર્યો હતો. આ સાથે પોલીસે કહ્યું હતું કે, તે વીડિયોના આધારે પણ અલગ કેસ નોધાવામાં આવશે.