Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ગરબા બાદ પેકિંગ પર પણ GST લાગુ કરતા પેકિંગ રાખડીના ભાવમાં વધારો,બજારમાં મંદીનો માહોલ

રક્ષાબંધનના પવિત્ર તહેવારને પણ હવે મોંઘવારી નડી છે. ભાઈઓને રાખડી બાંધવી પણ મોંઘી બની ગઈ છે

X

રક્ષાબંધનના પવિત્ર તહેવારને પણ હવે મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે. પેકીંગ ઉપર જીએસટી લાગુ કરાતા હવે પેકીંગ રાખડીના ભાવમાં વધારો થયો છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારને પણ હવે મોંઘવારી નડી છે. ભાઈઓને રાખડી બાંધવી પણ મોંઘી બની ગઈ છે. પેકીંગ ઉપર જીએસટી લાગુ કરાતા હવે પેકીંગ રાખડીના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત છૂટક રાખડીના ભાવ પણ વધ્યા છે. એટલે એકંદરે રાખડીના ભાવમાં ૩૦ ટકા સુધીનો વધારો થયો છે.

જેના લીધે રેશમના તાંતણે ભાઈ બહેનના સંબંધને મજબૂત કરવાનું પણ હવે મોંઘુ બન્યું છે.બજારમાં હાલ રાખડીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. રાખડીના એક વેપારીએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાખડીના પેકીંગ ઉપર જીએસટી લાગુ કરાતા ૩૦ ટકા સુધીનો વધારો કરાયો છે. આ વર્ષે રાખડી બજારમાં રૂદ્રાક્ષની, તિરંગા ડીઝાઈનની, બેસલેટ, કાર્ટુન સહિત લાઈટીંગવાળી રાખડીઓ સાથે જ કપલ રાખડીનો ક્રેઝ બજારોમાં જોવા મળી રહ્યો છે. તેમજ જૂની પરંપરા અનુસાર પણ બજારમાં સ્ટાઈલ વાડી રાખડી જોવા મળી રહી છે જે આજની જનરેશનમાં ફેશનની સાથે જૂની યાદો પણ તાજી કરાવશે. આ વર્ષે ભાઇ સાથે ભાભીને પણ રાખડી બાંધવા માટે કપલ રાખી બનાવવામાં આવી છે.

જેને કપલ રાખડી નામ આપવામાં આવ્યુ છે. સાથે જ રાખડી માટે શણગારેલી ઠાલી પણ બજારમાં ઉપલબ્ધ છે. વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે મંદી છે જોઈએ તેટલી ખરીદી નથી અને 20 ટકાનો ભાવ વધારો છે બીજું પેટ્રોલ અને ટ્રાન્સપોટેશન પણ મોંઘું થતાં તેની અસર પણ આ વેપાર પર છે જેને કારણે જે ઘરાકી જોવા મળવી જોઈએ તે નથી મળતી રાખડીઓ મોંઘી થઈ છે કારણ કે દરેક ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે

Next Story